ઓડિશાના બે યુવક ભિવંડીમાં રૂા.17 લાખના ગાંજા સાથે પકડાયા
બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવ્યું
ઓડિશાથી ભિવંડીમાં ગાંજો વેચવા લાવ્યા હોવાની શંકા, અન્ય સાથીદારની તપાસ
મુંબઇ: ભિવંડીમાં ઓડિશાના બે યુવકને અંદાજે ૩૭ કિલો ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ગાંજાની કિંમત રૂા.૧૭ લાખ છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભિવંડીમાં અંજુરા ફાટા વસઇ રોડ ખાતે હોટેલ પાસે અમૂક શખસ ગાંજો લઇને આવવાના છે એવી માહિતીના આધારે છટકું ગોઠવ્યું હતું.
ભોઇવાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે અહીં આવેલા રાજકિશોર ઘૂતકૃષ્ણ બેહરા અને સાગર નાયક (ઉ.વ.૨૯)ને પકડીને પૂછપરછ કરી હતી તેમની પાસે ૩૭.૩૯ કિલો ગાંજો મળી આવ્યો હતો.
આ બંને યુવક ઓડિશાના રહેવાસી છે પોલીસે તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકો ટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ આદરી છે. આરોપીઓના અન્ય સાથીદારની માહિતી પોલીસ મેળવી રહી છે.