Get The App

નાયલોન માંજાથી ટૂ વ્હીલર ચાલકનું ગળું ચિરાયું : 40 ટાંકા આવ્યા

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
નાયલોન માંજાથી  ટૂ  વ્હીલર ચાલકનું ગળું ચિરાયું : 40 ટાંકા આવ્યા 1 - image


નાસિકમાં 34 કેસ નોંધી 39ની ધરપકડ

નાયલોન માંજાના વેચનારા  સામે કાર્યવાહીના ભાગરુપે 75 શકમંદો શહેરમાંથી તડીપાર 

મુંબઈ -  નાસિકના વડાલ નાકા પાસે કામ પરથી ઘરે પરત ફરતી વખતે એક ટુવ્હીલર ચાલકનું ગળું નાયલોનના માંજાતી ચીરાય જતા. તેને ૪૦ ટાકા આવ્યા હતા. આ ઘટના બાદ  પોલીસે નાયલોન માંજાના વિતરણ કરતા દુકાનદારો પર કડક કાર્યવાહી કરતા પ્રથમ વખત ૭૫ શકમંદોને શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા હતાં.

વિગત મુજબ, મુશરન સૈયદ નાસિકમાં  મેઈન રોડ ખાતે સ્થિત કપાડાની દુકાનમાં કામ કરે છે. ગઈકાલ સાંજે તે કામ પૂર્ણ કરીને ટુ વ્હીલર પર સવાર થઈને ઘરે વડાલા નાકા વિસ્તારમાં જઈ રહ્યો હતો. ત્યારે તેના ગળમાં નાયલોનનો માંજો ફસાઈ ગયો હતો અને તેનું ગળુ ચીરાય ગયું હતું. જેના કારણે ગંભીર રીતે ઘાયલ થતા તે ટુ વ્હીલરથી નીચે પડી ગયો હતો.

આ ઘટના બાદ સ્થાનિકોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં તાત્કાલિક સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો. પરંતુ  મુશરાનના ગળામાં ૪૦ ટાકા આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા નાયલોન માંજાનું વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિંબધ મૂકવાની ફરી પ્રબળ માંગ ઉઠી હતી.

આ ઘટનાને  ધ્યાનમાં લેતા નાસિક પોલીસે સર્તક થતા નાયલોન માંજો વેચનારાઓ સામે કાર્યવાહી શરુ કરી છે અને નાસિક પોલીસ  કમિશનરના આદેશ પર કમિશનરેટની હદમાં આવેલા ૭૫ નાયલોન માંજા વેચનારો સામે કાર્યવાહી કરતા પ્રથમ વખત તેમને શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. 

મકરસંક્રાતિ પહેલા જ શહેરમાં  અગાઉથી જ પતંગ ચગાવવાની લોકોએ શરુ કરી દીધી હોવાથી, તેમાં નાયલોનનો માંજો ઉપયોગમાં લેવાના કારણે અનેક જાનહાનિ થઈ શકે છે. તેથી તેને અટકાવવા માટે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતને ધ્યાનમાં લેતા સ્થાનિક પોલીસ સાથે  ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૩૪ કેસ નોંધાયા છે અને ૩૯ લોકોની ધરપકડ કરવામાં આવી છેે. વધુમાં નાયલોન માંજાની ખરીદી અને વેચાણ તથા તેના ઉપયોગ કરનાર ૭૫ જેટલા શકમંદો સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી.



Google NewsGoogle News