મરાઠા આરક્ષણ માટે વધુ બેની આત્મહત્યા

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
મરાઠા આરક્ષણ માટે વધુ બેની આત્મહત્યા 1 - image


આંદોલનમાં આત્મહત્યાના ચિંતાજનક બનાવો

હિંગોલીમાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું, પરભણીમાં સમર્થકે ગળે ફાંસો ખાધો

મુંબઇ :  મરાઠા આરક્ષણની માગણી સાથે વધુ બે લોકોએ આત્મહત્યા કરી છે. અત્યાર સુધીમાં આરક્ષણની માગણી સાથે સાતથી વધુ લોકો આત્મહત્યા કરી ચૂક્યા હોવાનું કહેવાય છે. 

હિંગોલીમાં  નહાદ ગામમાં  ૨૧ વર્ષના યુવાન ગોવિંદ કાવળેએ મરાઠીમાં સુસાઇડ નોટ લખી પાસેના કૂવામાં ઝંપલાવી જીવનનો અંત લાવી દીધો હતો. કાવળેએ લખેલી સુસાઇડ નોટમાં અમને આરક્ષણ ન હોવાથી હું શિક્ષણથી વંચિત રહ્યો હોવાનું જણાવી આવી સ્થિતિ હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર અમને આરક્ષણ ન આપતી હોવાનું જણાવી આત્મહત્યા કરી રહ્યો હોવાનુ લખઘ્યું હતું. 

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાવળેનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

અન્ય ઘટનામાં  પરભણીના જીંતુર તાલુકાના બોર્ડી ગામે રહેતા ૩૯ વર્ષના બાપુરાવા ઉત્તમ મુળેએ આરક્ષણની માગણી સાથે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બાપુરાવ મુળે સ્વયં થોડા દિવસ પહેલા અંતરવાલી સરાટી ગામમાં મનોજ જરાંગે પાટિલની સભામાં હાજર રહ્યો હતો.

આ સિવાય મરાઠા આરક્ષણની માગણી સાથે પરભણીમાં સાંકળી ઉપવાસમાં જોડાયો હતો. મુળે પરિણીત હોિ તેને ત્રણ બાળકો છે. મુળેએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા બોરી પોલીસે આ પ્રકરણે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મુળેએ મરાઠી આરક્ષણને મુદ્દે આત્મહત્યા કરી લેતા પોલીસના ઉચ્ચાધિકારીઓએ ગામની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.



Google NewsGoogle News