ઈગતપુરી પાસે બેકાબૂ બાઈક ટ્રક સાથે અથડાતાં બેનાં મોત

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ઈગતપુરી પાસે બેકાબૂ બાઈક ટ્રક સાથે અથડાતાં બેનાં મોત 1 - image


- ટ્રીપલ સવારીમાં જતા હતા, એકને ઈજા

- બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ સામેની લેનમાં આવતી ટ્રક સાથે ટકરાઈ

મુંબઇ : મુંબઈ-નાસિક હાઇવે પર ઇગતપુરી પાસે થયેલ બાઇકના એક ભીષણ અકસામાતમાં બે જણના મોત થયા હતા, જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર ઈજા પામી હતી. આ ત્રણેય બાઇક પર સવાર થઈ ટ્રીપલ સીટ પ્રવાસ કરી રહ્યા હતા ત્યરે બાઇક નિયંત્રણ ગુમાવી પ્રથમ ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ રસ્તા પરના બેરીકેડ્સ તોડી સામેથી આવતી ટ્રક સામે અથડાતા આ ગમખ્વાર અકસ્માત થયો હતો. 

આ દુર્ઘટનાની જાણ થતા જ રુટ પેટ્રોલિંગ ટીમ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એમ્બ્યુલન્સની મદદથી દુર્ઘટનાગ્રસ્તોને ઇગતપુરીની ગ્રામિણ હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ સંદર્ભે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર વૈતરણાના સમાધન ભગત, સચિન પથવે અને ખંબાળેનો રહેવાસી ભાઉ ભગત ટ્રીપલ સીટ બાઇક પર બેસી મુંબઈ-નાસિક હાઇવે પર ઇગતપુરીના સાંઈ કુટીર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પુરપાટ વેગમાં બાઇકે નિયંત્રણ ગુમાવતા બાઇક પ્રથમ ડિવાઇડર અને ત્યાર બાદ બેરિકેટ તોડી સામેથી આવી રહેલ ટ્રક સાથે ભટકાઈ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે દેવરામ ભગત અને સચિન કચરુના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ભગતને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ રુટ પેટ્રોલિંગ ટીમ ટોલનાકાની એક એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ લોકોએ દુર્ઘટનાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ઇગતપુરીની ગ્રામિણ હોસ્પિટલમાં ખસેડયા હતા.


Google NewsGoogle News