ભાયખલા માર્કેટમાં 500ની નકલી નોટ ના રેકેટમાં ત્રિપુટી પકડાય
વાડામાં નકલી ચલણી નોટ છાપવામાં આવતી હતી
મુંબઈ- મધ્ય મુંબઇના ભાયખલામાં ભારતીય ચલણની રૃા.૫૦૦ની નકલી નોટ છાપવા અને માર્કેટમાં ફરતી કરવાના રેકેટમાં ત્રણ આરોપીની ધરપકડ ક રવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યુ ંહતું.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે નકલી ચલણી નોટ પાલઘર જિલ્લામાં છાપવામાં આવતી હતી.
ભાયખલા પોલીસને આ ગુનામાં સામેલ બે આરોપીની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વહેલી સવારે છટકું ગોઠવીને થાણેના ઉમરાન બલબેને (ઉ.વ.૪૮) ભાયખલાના યાસિન શેખ (ઉ.વ.૪૨) ભીમ બડેલા (ઉ.વ.૪૫)ને પકડવામાં આવ્યા હતા.
આરોપી ઉમરાન નકલી ચલણી નોટો લાવતો અને બજારમાં ફરતી કરતી હતો પોલીસે આરોપીઓ પાસેથી રૃા.૨૦૦ની નોટોના બે બંડલ પણ જપ્ત કર્યા છે.
પોલીસને વધુ તપાસ દરમિયાન પાલઘરના વાડાના રહેવાસી ખલીલ અંસારી (ઉ.વ.૪૯) વિશે માહિતી મળી હતી. તેણે નકલી ચલણી નોટ છાપી હતી. પોલીસે અંસારી સામે પણ કેસ નોંધ્યો છે.