વસઈના ક્લિનિકમાં ડોક્ટરની ગેરહાજરીમાં કર્મચારી દ્વારા સારવાર
પાલિકાની ટીમ દ્વારા દરોડામાં પર્દાફાશ
ક્લિનિકમાં ડોક્ટરના નામનું બોર્ડ પણ તબીબી ડિગ્રી વિનાનો કર્મચારી જ સારવાર કરતો હતો
મુંબઈ - વસઈ પૂર્વના ભોઈડાપરામાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા નકલી ડાક્ટર સામે મહાનગરપાલિકાના મેડિકલ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.આ ક્લિનિકમાં યોગ્ય લાયકાત ધરાવતા ં તબીબોની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી.
સાતિવલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની તબીબી આરોગ્ય ટીમ તપાસ માટે તેના રાઉન્ડમાં હતી ત્યારે જાણવા મળ્યું હતું કે બાલાજી ક્લિનિક નામનું ક્લિનિક ભોયડાપાડા રાજાવલી રોડ, વસઈ પૂર્વ પર નકલી ડાક્ટર દ્વારા કોઈપણ પરવાનગી વિના ચલાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે બપોરે ડો.શ્રીનિવાસ રાવ ધુધમલ સહિતની ટીમ અને પોલીસે દરોડો પાડયો હતો. કોઈ મેડીકલ ડિગ્રી નહિ ધરાવતા રામચંદ્ર યાદવ નામના કર્મચારી દ્વારા દર્દીને ઈન્જેક્શન આપીને સારવાર આપવામાં આવતી હોવાનું જણાયું હતું. જ્યારે તે સમયે ત્યાં કોઈ ડાક્ટર ન હતા.
ક્લિનિકમાં અરવિંદ કુમાર યાદવ ના નામની નેમ પ્લેટ લગાવીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાંથી ઈન્જેક્શન, આઈ.વી. સેટ અને અન્ય એલોપેથિક દવાઓ પણ મળી આવી હતી. છેવટે રામચંદ્ર યાદવ વિરુદ્ધ વાલીવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.