વર્સોવા ખાડી બ્રિજનું સમારકામ થઈ રહ્યુ હોવાથી વાડા-ભિવંડી માર્ગ પર ટ્રાફિક જામ
મુંબઈ, તા.11 ડિસેમ્બર 2018,મંગળવાર
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર વર્સોવા ખાડી બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનોનો વાહન વ્યવહાર બંધ કરીને તેને મનોર-વાડા-ભિવંડી તરફ વાળવામાં આવ્યા હોવાથી હાઇવે પર મોટાપ્રમાણમાં ટ્રાફિક જામ થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર એક કલાકના પ્રવાસ માટે અંદાજે ત્રણથી ચાર કલાક લાગો.
વર્સોવા બ્રિજનું કામ શરૃ હોવાથી આ હાઇવે પર મોટભાગને ભારે વાહનોનેે મનોર-વાડા-ભિવંડી માર્ગ પર વાળવાની શરૃઆત કરી છે. આ ૬૫ કિલોમીટર લાંબા હાઇવે પર અનેક ઠેકાણે સમારકામ અપૂર્ણ છે. આ હાઇવે પર અમુક ઠેકાણે વનજમિનથી પસાર થતી હોવાથી આ ઠેકાણે હાઇવે પર ચાર લેનનું કામ પણ થયું નથી. આ માર્ગ પર અનેક વખત અકસ્માતો થતાં હોય છે.
મનોર-વાડા હાઇવે પર કરળગાવમાં દેહેર્જા નદી પર બ્રિજ અને પિંજાળ નદી પર પાલી ગામ નજી આવેલો બ્રિજ ખૂબ જ જોખમી પરિસ્થિતિમાં છે.૮૦થી ૮૫ વર્ષ જૂના બ્રિજ ભારે વાહનો માટે જોખમી હોવાનું સાર્વજનિક બાંધકામ ખાતાએ જાહેર કર્યું હતું.
આ જૂના બ્રિજ પરથી જ મોટાપ્રમાણમાં ભારે વાહનોનો વાહન વ્યવહાર શરૃ હોવાથી સ્થાનિક નાગરિકોએ ડર વ્યક્ત કર્યો હતો. આ માર્ગ પર અનેક ઠેકાણે ખાડા, અપૂરતા કામ હોવાથી વાહન ચાલકોએ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહી છે. આ ત્રાસ વાહન ચાલકોએ એક મહિનો સહન કરવો પડશે.