Get The App

રેસ્ક્યુ માટે નાની બોટ આવતાં પ્રવાસીઓએ પડાપડી કરી મૂકી

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
રેસ્ક્યુ માટે નાની બોટ આવતાં પ્રવાસીઓએ પડાપડી કરી મૂકી 1 - image


બચાવ માટે આવેલી બોટમાં પણ ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ

પહેલાં મહિલા તથા બાળકોને અગ્રતા અપાઈ, બધાને લઈ જઈશું ધક્કામુક્કી ન કરો તેવું સમજાવવું પડયું 

મુંબઈ  : મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એલિફન્ટા જઈ રહેલી નીલકલમ બોટનો આજે બપોરે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૩ના મોત થયા હતા. તો ૯૯ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

અકસ્માત થયાની  જાણ થતા જ  યલોગેટ પોલીસની ટીમ, નેવીની ટીમ, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ અને  સ્થાનિક ફિશિંગ બોટની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.   જેમાં ૧૧ નેવી બોટ અને મરીન પોલીસની ત્રણ બોટ તથા કોસ્ટ ગાર્ડની એક બોટ આ વિસ્તારમાં  તૈનાત કરવામાં આવી હતી.

વધુમાં  રેસક્યુ ઓપરેશન દરમિયાન ચાર હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જેના મદદથી મુસાફરોની શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ બચાવ કામગીરીમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ અને આ વિસ્તારના માછીમારો પણ સામેલ થયા હતા.

 જો કે, રેસ્ક્યુ દરમિયાન નાની બોટો ઘટનાસ્થળે હાજર હોવાથી લોકોએ જીવ બચવવા પડાપડી કરી મૂકી હતી. જેથી નાની બોટોમાં પણ ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા અને થોડે દૂર બાદ તેમને નેવીની બોટમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

નાની બોટમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઈ જવામાં આવતા આ નાની બોટ પણ એક છોરથી નમવા લાગી હતી. જે વાયરલ થયેલા વિડીયોમાં નજરે પડયું હતું.

ઘટના સમયે બોટમાં અનેક મહિલાઓ અને બાળકો હોવાથી પહેલા તેમનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. જો કે, મહિલાઓએ હું પહેલા હું પહેલાની હોડ મચાવી હતી. જેથી રેસક્યુ ટીમને ઘણા મુસાફરોને સમજાવવા પડયા હતા કે બધાનો નંબર આવશે ધક્કામુકી  કરવાની જરુર નથી.



Google NewsGoogle News