સિટી બસમાં રુ.270ની ટિકિટ હોવાનું સાંભળી પ્રવાસીઓ નીચે ઉતરી ગયા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
સિટી બસમાં  રુ.270ની ટિકિટ હોવાનું સાંભળી પ્રવાસીઓ નીચે ઉતરી ગયા 1 - image


નવી મુંબઈથી સાઉથ મુંબઈની બસ  સેવાનો ફિયાસ્કો

અટલ સેતુ પરથી પસાર થનારી પાલિકાની બસોનું ટિકિટભાડું ખાનગી બસો કરતાં બમણું

મુંબઇ : નવી મુંબઈથી સાઉથ મુંબઈની વાયા અટલ સેતુ થઈને પસાર થનારી બે નવી બસોમાં પહેલા જ દિવસે પ્રવાસીઓ ૨૭૦ રુપિયાનો ટિકિટનો ભાવ સાંભળી પ્રવાસીઓ ચોંકી ગયા હતા અને બસમાંથી ઉતરી ગયા હતા. ખાનગી બસ કરતાં પણ જાહેર પરિવહનની બસના બમણા ટિકિટ દર સામે પ્રવાસીઓએ વિરોધ  વ્યક્ત કર્યો હતો. 

નવી મુંબઇની વર્લ્ડ ટ્રેક સેન્ટર સુધી ઓફિસ નવી મુંબઇ પાલિકા પરિવહનની (એનએમએમટી) બસોમાં જનારા પ્રવાસી વર્ગને ફ્રીવે ઉપર વાશી ટોલ નાકા  અને ઇસ્ટર્ન ફ્રીવે પર ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. ઓફિસ મોડું પહોંચવાની રોજની મુસીબતમાંથી છુટવા પ્રવાસીઓએ નવી મુંબઇથી અટલ સેતુ થઇને વર્લ્ડ ટ્રેક સેન્ટર સુધી જનારી ફ્રીકવન્ટ બસોની ડિમાન્ડ વારંવાર કરી હતી. જેને ધ્યાનમાં રાખીને અને ખાનગી બસો તથા બેસ્ટની ચલો બસો જે નવી મુંબઇથ ી કોલાબા/મંત્રાલય સુધી દોડે છે. તેમની સાથે સ્પર્ધામાં ઉતરવા ગુરુવારથી બે નવી બસો ૧૧૬ અને ૧૧૭ શરૃ કરી છે. આ બસો માટે મહિના અગાઉ એનએમએમટીએ પ્રવાસીઓના સૂચનો પણ લીધા હતા.

બસ નં. ૧૧૬ નેરુલ ડેપો અને ૧૧૭ ખારઘરના સેક્ટર ૩૫માંથી ઉપડે છે. આ નવી બસોમાં અટલ સેતુ પરથી થઇને દક્ષિણ મુંબઇ પહોંચવા આતુરતાથી ચડેલા પ્રવાસીઓ ટિકિટ દરો સાંભળીને ચોંકી ગયા હતા અને કેટલાક પ્રવાસીઓ બસમાંથી ઉતરી ગયા હતા. વર્લ્ડ ટ્રેક સેન્ટર સુધીનું બસ નં. ૧૧૬નું ટિકિટ ભાડું ૨૩૦ અને બસ નં. ૧૧૭નું ભાડું ૨૭૦ રૃપિયા છે. પ્રવાસીઓના મતે  ચલા એપ   અને ખાનગી બસો કરતાં પણ આ ભાડું  બમણાથી વધારે છે. જે સામાન્ય વર્ગના પ્રવાસીને નહી પરવડે. અગર એનએમટી બસોના ટિકિટ દર ખાનગી બસોને સમકક્ષ ટિકિટ ભાડા સુધી નહીં લાવે તો પ્રવાસીઓના અભાવે આ નવી બસ સેવાઓ બંધ કરવી પડશે.



Google NewsGoogle News