ગુજરાત આવતી જતી ટ્રેનો ખોરવાતાં પ્રવાસીઓ પરેશાનઃ આજે પણ ટ્રેનો રદ
અનેક ટ્રેનો સમૂળગી રદ, કેટલીય ટ્રેનો શોર્ટ ટર્મિનેટ થઈ
કચ્છની તમામ ટ્રેનો રદ થતાં તહેવારો બાદ પાછા ફરતા પ્રવાસીઓ અટવાયાઃ શતાબ્દિ, રાજધાની, ડબલ ડેકર સહિતની ટ્રેનો રદ
રેલવેનાં વહાલાંદવલાં : વંદેભારતને દોડાવી દેવાઈ પણ તેજસ ટ્રેન ટૂંકાવાઈ, પ્રવાસીઓને અન્ય ટ્રેનમાં બેસાડાયાં :અમુક ટ્રેન 36 કલાકે કચ્છ પહોંચી
મુંબઈ : ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં બુધવારની મુંબઈ-કચ્છ ગુજરાત વચ્ચેની ટ્રેનો રદ કરવામાં આવી છે. સોમવાર તથા મંગળવારે પણ રદ થયેલી કે શોર્ટ ટર્મિનેટ થયેલી ટ્રેનોને લીધે પ્રવાસીઓએ ભારે હાલાકી વેઠી હતી.
પશ્ચિમ રેલવે પાસેથી મળેલી જાણકારી મુજબ બુધવારે ૨૮મી ઓગસ્ટના રોજ રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર ૨૦૯૦૭ દાદર-ભુજ સયાજી એક્સપ્રેસ, ટ્રેન નંબર ૨૨૯૫૫ બાંદરા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ તથા ટ્રેન નંબર ૦૯૪૫૬ ભુજ-ગાંધીનગર અને ટ્રેન નંબર ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
૨૯ ઓગસ્ટના રોજ ટ્રેન નંબર ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
મંગળવારે મુંબઈથી કચ્છ એક્સપ્રેસ અને સયાજી એક્સપ્રેસ તથા બાંદરાથી ઉપડતી અમદાવાદની ટ્રેન નંબર ૧૨૯૬૫ રદ કરવામાં આવી હતી. આ ટ્રેન ૮.૧૫ વાગ્યાની આસપાસ અમદાવાદથી ઉપડી ભુજ માટે રવાના થઈ હતી.
રમિયાન સોમવારે કચ્છ જનારી ટ્રેનો ૧૫ કલાકને બ લે ૩૬ કલાકે તેના અંતિમ ગંતવ્ય સ્થાને પહોંચી હતી. બોરીવલીથી સોમવારે બપોરે ૩.૪૫ વાગ્યે ઉપડેલી સયાજી નગરી એક્સપ્રેસ રાત્રે આઠ વાગ્યે સુરત પહોંચી અને બીજા િ વસે ૬.૧૫ વાગ્યે સુરતથી રવાના થઈ હતી. આ ટ્રેન ધાંગધ્રા ખાતે બપોરે ૩.૧૫ વાગ્યે પહોંચી હતી. બા માં મચ્છુ ડેમના પાણી છોડાયા હોવાથી ટ્રેન ધાંગધ્રા સ્ટેશનેથી સાંજે ૬.૩૦ વાગ્યે અલગ રૃટથી ભુજ તરફ વાળવામાં આવી હતી. જેને લીધે પ્રવાસનો સમય વધી ગયો હતો.
કચ્છ પ્રવાસી સંઘના દિનેશ વિસરિયાએ જણાવ્યું હતું કે મંગળવારે અચાનક રદ થયેલી ટ્રેનોને લીધે પ્રવાસીઓને ભારે હેરાનગતિ થઈ હતી. રસ્તામાં અટવાયેલી ટ્રેનોમાં વોશરૃમમાં પાણી બંધ થઈ ગયા હતા, એવી જગ્યાએ ટ્રેનો અટકી પડી હતી કે આસપાસ નિર્જન વિસ્તાર હોય કે એવા સ્ટેશનો જ્યાંથી કંઈ ખાવા-પીવાનું મળી ન શકે. રેલવેએ પ્રવાસીઓ માટે બનતી બધી મદદ પૂરી પાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
જે સ્ટેશનો પર કે નજીકમાં ટ્રેનો થંભી ગઈ હતી. ત્યાંના વિસ્તારના એનજીઓને જાણ થતા તેઓએ પ્રવાસીઓની મદદે આવીને ફૂડ પેકેટ પૂરા પાડયા હતા. મંગળવારે કચ્છ જતી સયાજી એક્સપ્રેસ વિરમગામ સ્ટેશને થોભી હતી ત્યારે એક એનજીઓએ કચ્છ ફૂડ પેકેટ પ્રવાસીઓને આપ્યા હતા.
ગઈકાલે વંદેભારતને આગળ ધપાવી દેવાઈ હતી પણ તેજસ એક્સપ્રેસના પ્રવાસીઓને વડોદરા ઉતારી દેવાયા હતા. જોકે, પ્રવાસીઓએ વિરોધ કરતાં તેમને અન્ય ટ્રેનમાં રવાના કરાયા હતા. પ્રવાસીઓએ કલાકો સુધી વડોદરા બેસી રહેવું પડયું હતું. કેટલાક પ્રવાસીઓ ગઈ કાલ રાતના બદલે આજે અમદાવાદ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમણે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.