હિમાચલમાં પેરા ગ્લાઇડિંગ દુર્ઘટનામાં થાણેના પર્યટકનું મોત
પેરા ગ્લાઇડિંગ વખતે પટકાતાં ગંભીર ઈજા
કલવામાં રહેતા થાણે મહાનગરપાલિકાના રહીશે જીવ ગુમાવ્યો
મુંબઈ : હિમાચલ પ્રદેશના કુલ્લુમાં રાયસન પાસે પેરાગ્લાઇડિંગ સાઈટ પાસે બનેલી એક દુર્ઘટનામાં થાણેના એક પર્યટકનું મોત થયું હતું. આ દુર્ઘટનાથી પેરાગ્લાઈડરના પાયલટને ઈજાઓ થઈ ્ અને તે બચી ગયો હતો. મૃતક ગૌતમ ખરાત (૫૭) કલવાના ખારેગાવ વિસ્તારમાં રહેતો હતો અને થાણે મહાનગરપાલિકામાં નોકરી કરતો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ખરાત ૨૪મેના રોજ ૧૧ વ્યક્તિઓના એક જૂથ
ેસાથે કુલ્લુ-મનાલી ફરવા ગયો હતો બુધવારે ખરાત સહિત અન્ય પેરાગ્લાઈડિંગ માટે પાસેના રાયસન ગામે ગયા હતા. આ સમયે ટેક ઓફ દરમિયાન ખરાત ૩૦ મીટરની ઉંચાઈ પરથી ગ્લાઈડર પરથી નીચે પડી ગયા હતા. આ ઘટના બાદ ખરાત અને પેરાગ્લાઈડરના પાયલટને વધુ સારવાર માટે કુલ્લુની એક મેડિકલ ફેસિલિટીમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમયે સારવાર દરમિયાન ખરતાનું ગંભીર ઈજાને લીધે મોત થયું હતું.
આ ઘટના બાદ ખરાતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અહીંના નેચ્ચોક મેડિકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ ખરાતનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.