ટોરેસની રૃા. 13.76 કરોડની બોગસ લોન, 75 કિલો સોના, 25 કિલો ચાંદીની દાણચોરી
તૌસિર રિયાઝ અને સર્વેશ સુર્વેએ વટાણા વેર્યા
તુર્કીથી સોના-ચાંદીને ગેરકાયદેસર રીતે લાવીને કાલબાદેવીની જ્યુસની દુકાનમાં પહોંચાડવામાં આવ્યું
મુંબઈ : ટોરેસ કંપની દ્વારા રોકાણકારોને લગભગ ૪૪ ટકા માસિક વળતર ચૂકવવાની લાલચ આપી કરોડો રૃપિયાનું કૌભાંડ કરવાના ચકચારજનક મામલામાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં ફરાર તૌસિફ રિયાઝે તપાસ એજન્સીઓને રિપોર્ટ આપ્યો છે. તેમાં સર્વેશ, સૂર્વેના પત્રનો પણ ઉલ્લેખ છે. રિયાઝના રિપોર્ટ અને સૂર્વેના પત્રથી કેટલીક મહત્ત્વની બાબતો સામે આવી છે. તે મુજબ વિદેશથી સોનુ-ચાંદી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવ્યું. રૃા. ૧૩.૭૬ કરોડની બોગસ લોન બતાવવા અને પોન્ઝી સ્કીમ દ્વારા ઊંચા વળતરની લાલચ આપવાનું જણાવાયું છે.
પ્લેટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે જોડાનાર સર્વેશ સૂર્વેએ દાવો કર્યો હતો કે તેને કહેવામાં આવ્યું હતું કે કંપની ભારતમાં રિટેલ જ્વેલરની સેક્ટરમાં કામ કરશે. વિદેશી વિઝા અને રોજગારની પૂરી ખાતરી આપવામાં આવતા તે ડિરેક્ટર અને શેર હોલ્ડર બન્યો હતો.
આરોપી સર્વેશ સૂર્વેએ વધુમાં જણાવ્યું કે કંપનીએ મુંબઈના દાદર વિસ્તારમાં ટોરેસ બ્રાન્ડ નામતી જ્વેલરી શો રૃમ શરૃ કર્યો હતો. ડિરેક્ટરનું પદ સંભાળવા છતાં તે અન્ય કોઈ શોરૃમના કામમાં સામેલ નહોતો. કંપનીએ ઊંચા બોનસ, કેશબેક સાથે ૨૦૦થી ૬૦૦ ટકા વળતરનું વચન આપી લોકો પાસેથી પૈસા પડાવવાનું શરૃ કર્યું હતું.
સૂર્વેએ એવો આક્ષેપ કર્યો હતો કે 'કંપનીએ લલ્લનસિંહ નામના વ્યક્તિ દ્વારા વિદેશમાંથી રૃ. ૧૩.૭૬ કરોડ રૃપિયાના બોગસ લોન ટ્રાન્ઝેક્શન કર્યુ ંહતું. યુએસટીડી સિસ્ટમ દ્વારા વિદેશમાંથી કથિતરીતે પૈસા ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સૂર્વેએ એવો પણ દાવો કર્યો હતો કે કંપનીએ તુર્કીથી ગેરકાયદેસરરીતે ૭૫ કિલો સોનુ અને પચ્ચીસ કિલો ચાંદી લાવવામાં આવી હતી. કાલબાદેવી વિસ્તારની એક જ્યુસની દુકાનમાં તે પહોંચાડવામાં આવ્યું હતું. દાણચોરી કરાયેલા સોનાના ફોટો સહિતના પુરાવા છે.
સૂર્વેએ વધુમાં જણાવ્યું હતું કે '૨૭ ડિસેમ્બરે તેને લોઅરપરેમાં કંપનીની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. તેને દસ્તાવેજો પર સહી કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું.
તેણે લોનના કરાર પર સહી કરવાની ના પાડી ત્યારે તેને ધમકી આપી માર મારવામાં આવ્યો હતો.
મુખ્ય આરોપી તૌસિફ રિયાઝે પણ દાવો કર્યો હતો કે 'ટોરેસ કૌભાંડ યુક્રેન અને તુક્રીમાં કરવામાં આવેલી છેતરપિંડી જેવું જ છે. યુક્રેન રશિયા, કઝાકિસ્તાનમાં બીટુબી જ્વેલરી કૌભાંડમાં છ લાખ રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
ટોરેસ કૌભાંડની રકમ વધીને રૃ.૧૮.૫ કરોડ થઈ
ટોરેસે કૌભાંડની તપાસની આગેવાની કરતાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંગ્રામસિંહ નશાનદારે જણાવ્યું હતું કે અમે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં એક સ્પેશિયલ સેલ ખોલ્યો છે. જેથી દાદરના શોરૃમમાં પૈસાનું રોકાણ કરનારા લોકો તેમની રોકાણની રકમઅને અત્યાર સુધી મળેલા વળતરની વિગતોનું એક ફોર્મ ભરી શકે. શરૃઆતમાં ૬૬ રોકાકારોએ ફરિયાદ નોંધાવી ત્યારે છેતરપિંડીની રકમ રૃ.૧૩.૪૮ કરોડ હતી. આ આંકડો વધીને રૃ.૧૮.૫ કરોડ થયો છે. આગામી દિવ સોમાં એમાં વધારો થઈ શકે છે.
અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે દાદરમાં ટોરેસ જ્વેલરી બ્રાન્ડના શો રૃમમાં પ્રદર્શન માટે રાખવામાં આવેલી સમાગ્રી ઉપરાંત મોટી રકમ મળી એની ગણતરી કરવામાં આવી રહી છે આર્થિક ગપના શાખાએ કોલાબા, દાદર ડોંબિવલી અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા દરમિયાન મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો, રોકાણના કાગળ તેમ જ રોકડ જપ્ત કરી હતી.