હાઈવે પર બનાવી દીધી મજાર, તસવીર વાઈરલ થઈ તો સ્થાનિક તંત્ર રાતે બુલડોઝર લઈને પહોંચ્યું...
- આ મામલો મહારાષ્ટ્રના નાસિક-ચંદવાડ હાઈવેનો છે
Image Source: Twitter
નાસિક, તા. 02 માર્ચ 2024, શનિવાર
Nashik-Chandwad Highway Tomb: મહારાષ્ટ્રના નાસિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં હાઈવેની વચ્ચે એક મજાર બનાવી દેવામાં આવી છે. આ ફોટો વાયરલ થયા બાદ તેના પર ભારે હોબાળો થયો હતો. ઘણા લોકોએ કહ્યું કે જો આ મજારને હટાવવામાં નહીં આવે તો ત્યાં એક મંદિર પણ બનાવી દેવામાં આવશે. જોકે, આ તસવીર વાયરલ થયા બાદ સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું અને રાતે જ બુલડોઝર લઈને ત્યાં પહોંચી ગયું હતું.
હાઈવે પર બની હતી મજાર
આ મામલો મહારાષ્ટ્રના નાસિક-ચંદવાડ હાઈવેનો છે. ત્યાં ડિવાઈડરની વચ્ચે જ એક મજાર બનાવી દેવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને અનેક આરોપો લગાવ્યા હતા. નિતેશ રાણેએ કહ્યું કે આ મજાર પર ફૂલ ચઢાવવા માટે માલેગાંવથી મૌલાનાને બોલાવવામાં આવ્યા હતા.
બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મજાર બનાવવા માટે એક અધિકારીએ 20,000 રૂપિયા પણ લીધા હતા અને આ અંગેની ફરિયાદ નીતિન ગડકરીને પણ કરવામાં આવી હતી. નીતિશ રાણેએ કહ્યું હતું કે જો હાઈવેની વચ્ચે બનેલી મજાર પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે તો અમે ત્યાં જ હનુમાન મંદિર બનાવીશું.
ત્યારબાદ આ મજારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને સ્થઆનિક તંત્ર પર સવાલ ઉઠવા લાગ્યા હતા. હવે બીજી એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં જોઈ શકાય છે કે, મજાર વાળા સ્થળ પર કેટલાક અધિકારી અને બુલડોઝર પહોંચ્યુ છે. આ મજારને તંત્રએ હટાવી દીધી છે.
हे हिंदुत्वादी सरकार आहे !
— nitesh rane (@NiteshNRane) March 2, 2024
इथे उगाचे लाड चालत नाहीत .. लक्षात ठेव्हा!!
🚩🚩🚩 pic.twitter.com/l0bnlk9eda
મજાર હટાવી દેવાની તસવીર શેર કરતા નિતેશ રાણાએ લખ્યું કે, આ હિન્દુ સરકાર છે..યાદ રાખજો. નિતેશ રાણેની આ પોસ્ટ પર અનેક લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. સોશિયલ મીડિયા પર તમામ લોકો આ કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેને ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે તો કેટલાક લોકોનું કહેવું કે આવા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી જોઈએ. પછી ભલે તે કોઈપણ ધર્મ સાથે સંબંધિત કેમ ન હોય.