Get The App

આજે પાર્ટીઓમાં મહિલા સુરક્ષાની જવાબદારી રિસોર્ટસ સંચાલકોની

Updated: Dec 30th, 2022


Google NewsGoogle News
આજે પાર્ટીઓમાં મહિલા સુરક્ષાની જવાબદારી રિસોર્ટસ સંચાલકોની 1 - image


થર્ટી ફર્સ્ટમાં પોલીસને ડ્રગ્સ સેવનનું વધારે ટેન્શન

નવી મુંબઈથી પુણે-ગોવા હાઈવે પરના રિસોર્ટસને તાકીદઃફાર્મ હાઉસ માલિકો તથા હોટલ  સંચાલકો સાથે મીટિંગ

મુંબઈ :  મુંબઈમાં આ વખતે બે વર્ષ પછી લોકો થર્ટી ફર્સ્ટ નાઈટ મનાવવા લાખોની સંખ્યામાં બહાર નીકળે તેવી સંભાવના છે. તેની સામે મુંબઈ મહાનગર, નવી મુંબઈ, થાણે તથા વસઈ-વિરારની પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે. શહેરના માર્ગો તથા મહત્વના બીચીસ પર હજારોની સંખ્યામાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે વિશેષ તપાસ નો તખ્તો ગોઠવાયો છે. નવી મુંબઈ વિસ્તારમાં ફાર્મ હાઉસીસ તથા રિસોર્ટ માલિકોને તેમને ત્યાં પાર્ટીમાં  મહિલાઓની સુરક્ષા માટે તેઓ જ જવાબદાર રહેશે તેમ જણાવી દેવાયું છે. રિસોર્ટ સ તથા હોટલસંચાલકોને ડ્રગ્સ સેવન સામે સાવધાન રહેવા જણાવાયું છે. 

પોલીસ સ્ટેશનો ઉપરાંત રિઝર્વ પોલીસ દળો શહેરના મહત્વના જંકશનો અને રસ્તાઓ પર તૈનાત કરાશે. '

નવી મુંબઇ પોલીસે એવો ખુલાસો પણ કર્યો છે કે શરાબ પીવા પર કોઇ પ્રતિબંધ નથી પણ ડ્રિન્કિંગ એન્ડ ડ્રાઇવિંગની છુટ નથી. જો કોઇ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા પકડાશે તો એની  સામે સખત કારવાઇ થશે.

નવી મુંબઇ અને એમાંય ખાસ કરીને બેલાપુર અને પનવેલમાં ઘણાં બદા પબ્સ હોવાથી લોકો છેક મુંબઇ અને  એની આસપાસના વિસ્તારોથી અહીં આવે છે. તમામ પબ્સ અને બાર્સે રાજ્ય સરકારે ઇસ્યુ કરેલી ગાઇડલાઇન્સ અનુસરવાની રહેશે એમ પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું.

હાઇવેઝ અને મહત્વના સ્થળો પર ટ્રાફિક પોલીસો ફરજ બજાવશે. 'જુના મુંબઇ-પૂણે અને મુંબઇ-ગોવા હાઇવે નજીક મોટી સંખ્યામાં ફાર્મ હાઉસો અને રિસોર્ટ્સ આવેલા હોવાથી મહત્વના પોઇન્ટસ પર બંદોબસ્ત મુકાશે. એમ પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના સિનીયર પોલીસ ઇન્સ્પેકટર અનિલ પાટિલે કહ્યું હતું.

પનવેલ તાલુકા પોલીસે નવા વરસની ઉજવણીની પાર્ટીઓમાં ખાસ કરીને સ્ત્રીઓને  સલામતિની જવાબદારી ફાર્મ હાઉસો અને રિસોર્ટ્સના માલિકો પર નાખી છે. પોલીસે દારૃના નશામાં ધુત લોકોને ઘરે પહોંચાડવાને અને પાર્ટીમાં શરાબ પીનાર મહીલાઓને સુરક્ષાની જવાબદારી પણ માલિકોને સોંપી છે.

પાટિલે પનવેલમાં પોતાના વિસ્તારની પચાસેક ફાર્મહાઉસ, હોટલ અને રિસોર્ટ્સ માલિકો સાથે મીટિંગ લીધી હતી. એમને પોતાના પરિસરમાં ડ્રગ્સ ન લેવાય એની તકેદારી રાખવા જણાવ્યું છે. સ્વિમીંગ પુલમાં કોઇ દુર્ઘટના થાય તો એની જવાબદારી પણ પાલિકોની ગણાશે. એટેલ લાઇફ ગાર્ડસની ગેરહાજરીમાં કોઇ પુલમાં ન ઉતરે એની ખાતરી કરવા જણાવાયું છે.



Google NewsGoogle News