ટિકુ તલસાનિયાને બ્રેન સ્ટ્રોક આવતાં મુંબઇની અંધેરીની હોસ્પિટલમાં દાખલ
અભિનેતાને હૃદય રોગનો હુમલો આવ્યાની અફવાનું પત્નીએ ખંડન કર્યું
મુંબઇ - અભિનેતા ટીકુ તલસાનિયાની શુક્રવારે તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે તેને હૃદય રોગનો હુમલો આવ્યાનો સમચાાર વહેતા થયા હતા. પરંતુ અભિનેતાની પત્ની દીપ્તી તલસાનિયાએ મીડિયા સાથે સ્પષ્ટ કર્યું હતું કે અભિનેતાને હૃદય રોગનો હુમલો નહીં પરંતુ બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે.
દીપ્તી તલસાનિયાએ વધુમાં જણાવ્યુ ંહતું કે, તેમને હાર્ટ એટેક નહીં પરંતુ બ્રેન સ્ટ્રોક થયો હતો. તે એક ફિલ્મની સ્ક્રીનિંગ જોવા ગયો હતો એ રાતના આઠ વાગ્યાની આસપાસ તેને તબિયત ખરાબ થઇ રહી હોવાનું જણાયું હતું તેથી તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર થઇ રહી છે.
અભિનેતાએ ઘણી ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ ભજવી છે. જેમાં આમિર ખાનની રાજા હિંદુસ્તાની, ફિલ્મ અંદાજ અપના અપના અને ધમાલ તેમજ અન્ય ફિલ્મો સામેલ છે. તેનો પુત્ર રોહન તલસાનિયા એક સંગીતકાર છે અને પુત્રી શિખા તલસાનિયા અભિનેત્રી છે, તેણે સત્યપ્રેમની કથા, વીરે ધ વેડિંગ અને પોટકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.