પ્રમોટર સૌરભના વૈભવી લગ્નમાં ટાઈગર, સની લિઓની હાજર હતાં

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
પ્રમોટર સૌરભના વૈભવી લગ્નમાં ટાઈગર, સની લિઓની હાજર હતાં 1 - image


નેહા  કક્કડ, વિશાલ દદલાણીએ પરફોર્મ કર્યું હતું

મુંબઇ :  મહાદેવ ઓનલાઈન બેટિંગ કૌભાંડની તપાસનો રેલો કેટલીક બોલીવૂડ સેલિબ્રિટીઓ સુધી આવી શકે છે. આ કંપનીના પ્રમોટર સૌરભ ચંદ્રશેખરે કરોડોના ખર્ચે દુબઈમાં ભપકાદાર લગ્ન યોજ્યાં હતાં. આ લગ્નની વિવિધ ઈવેન્ટમાં ટાઈગર શ્રોફ , સની લિઓની સહિતના સંખ્યાબંધ સ્ટાર્સ હાજર હતા. લગ્નની મ્યુઝિક પાર્ટીમાં નેહા કક્કડ અને વિશાલ દદલાનીએ  પરફોર્મ કર્યું હતું. ઈડીને શંકા છે કે ઈવેન્ટ માટે સંબંધિત કંપનીને હવાલાથી નાણાં મોકલાયાં હતાં. ઈડી આ કલાકારોને કેટલાં નાણાં કઈ રીતે ચૂકવાયાં હતાં તેની તપાસ માટે આ કલાકારોની પૂછપરછ કરી શકે છે. 

ઈવેન્ટ માટે હવાલાથી નાણાં ચૂકવાયાની શંકાથી સેલિબ્રિટીઓ સુધી ઈડી તપાસનો રેલો આવી શકે

ગત ફેબુ્રઆરીમાં સૌરભ ચંદ્રશેખરના લગ્નનો શાનદાર જલસો દુબઈમાં ગોઠવાયો હતો. તેમાં  અતિફ અસ્લમ, રાહત ફતેહ અ્લી ખાન,અલી  અસગર,  એલી અવરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કિર્તી ખરબંદા, નુસરત ભરૃચા અને કૃષ્ણા અભિષેક પણ હાજર રહ્યા હતા. આ તમામને આવવા જવા માટે ફલાઈટ્સ તથા ત્યાં હોટલમાં રોકાણ સહિતની સગવડો અપાઈ હતી. 

આ તમામ સેલિબ્રિટીસને ઈવેન્ટમાં હાજરી માટે ચોક્કસ ફી ચૂકવાઈ હતી. આ ગોઠવણ મુંબઈની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા થઈ હતી. 

મહાદેવ એપના અન્ય પ્રમોટર્સે અંદાજે ૨૦૦ કરોડ રૃપિયાની ચુકવણી  સૌરભના લગ્ન માટે રોકડામાં કરી હતી. સૌરભના લગ્ન માટે તેના પરિવારજનોને નાગપુરથી દુબઇ એક ખાનગી જેટને ભાડે લીધું હતું. 

ઇડીની તપાસમાં માલૂમ પડયું છેકે, આ ઇવેન્ટ માટે ૧૧૨ કરોડ રૃપિયા હવાલા દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને મોકલવામાં આવ્યા હતા. હોટલ બુકિંગ કરતી વખતે તેમણે ૪૨ કરોડ રૃપિયા રોકડા  ચુકવ્યા હતા.



Google NewsGoogle News