છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ મે મહિનામાં લાવવામાં આવશે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ મે મહિનામાં લાવવામાં આવશે 1 - image


લંડનના મ્યુઝિયમ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે કરાર થયો

મુંબઇ, નાગપુર, સતારા અને કોલ્હાપુરમાં ઐતિહાસિક શસ્ત્ર જોવાની તક  મળશે

મુંબઇ :  અફઝલ ખાનની હત્યા કરવા છત્રપતિ શિવાજી મહારાજે જે વાઘનખનો ઉપયોગ કર્યો હતો તે મે મહિનામાં મુંબઇ લાવવામાં આવશે. લંડનના વિક્ટોરિયા અને આકબરે મ્યુઝિયમ (વીએન્ડએ) અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેના લોન એગ્રીમેન્ટને અંતિમ રૃપ આપવામાં આવ્યું છે. આ સમજૂતિનો દસ્તાવેજ આટર્સ કાઉન્સિલ ઇંગ્લેન્ડ (એસીઇ)ને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો છે.

વી એન્ડ એના એક  પ્રવક્તાએ કહ્યું કે ''ગયા વર્ષના અંતમાં લોન એગ્રીમેૈન્ટ તૈયાર કરાયું હતું અને એસીઇને મોકલી આપવામાં આવ્યું છે. એકવાર એસીઇની મંજૂરી મળે તે પછી વાઘનખ ભારત કેવી રીતે લાવવામાં આવે તેની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવશે. ભારત પાસે વાઘનખ ત્રણ વર્ષ સુધી રહેશે. વાઘનખને મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (સીએસએમવીએસ) અને સતારા, કોલ્હાપુર અને નાગપુરમાં લઇ જવામાં આવશે. 

મુંબઇ માટે અને બાકીના ત્રણ સ્થળ માટે બે સમિતિની રચના કરવામાં આવી છે. વાઘનખની સુરક્ષા, ટ્રાન્સપોર્ટેશન માટે અને દર્શાવવા અંગેની યોજના છડી કાઢવા આ સમિતિમાં ડિસ્ટ્રીક્ટ કલેક્ટર, પોલીસ કમિશનર/ સુપ્રિન્ટેન્ડેન્ટસ, પીડબલ્યુડીના અધિકારી અને મ્યુઝિયમના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. મુંબઇમાટેની સમિતિના વડા તરીકે સીએસએમવીએસના ડિરેક્ટર જનરલ ડો. સબ્પસાચી મુખર્જી રહેશે.

બિજાપુરના સેનાપતિ અફઝલખાનની ૧૬૫૯માં હત્યા કરવા છત્રપતિ શિવાજીએ વાઘનખનો ઉપયોગ કર્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૫૦મી જયંતીની ઉજવણી નિમિત્તે આ વાઘનખ ભારત લાવવામાં આવી રહ્યા છે.



Google NewsGoogle News