Get The App

નવી મુંબઈમાં મોટી દુર્ઘટના, 3 માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો દટાયાની આશંકા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
Three Storey building Collapsed in Mumbai
Image : Screen Grab

Building Collapse In Mumbai: મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઈમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં આવેલી  ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. આ બિલ્ડિંગમાં કુલ 24 પરિવાર રહેતા હતા. ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળે જેસીબી બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

થોડા દિવસો પહેલા જ બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ પડી ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 11:00 વાગ્યે ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની ઇમારત રૂબિનિસા મંઝિલમાં બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલોક ભાગ જોખમી રીતે લટકી રહ્યો હતો. 

આ પણ વાંચો : ભાજપે દેશના અનેક રાજ્યોમાં સંગઠનમાં સર્જરીની તૈયારી કરી, RSSથી લીલી ઝંડી મળવાનો ઈન્તેજાર

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા 

ગ્રાન્ટ રોડ સ્થિત બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ફૂટેજ ઘટનાસ્થળે આવેલી એક દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાંથી લેવામાં આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે એક મહિલા તેના ઘરની બહાર નીકળીને શેરીમાં આવે છે ત્યારે જ તેના ઉપર કાટમાળ પડે છે અને તે તેની નીચે દટાઈ જાય છે. અને ત્યારે અચાનક જ નાસભાગ થઈ જાય છે.

નવી મુંબઈમાં મોટી દુર્ઘટના, 3 માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો દટાયાની આશંકા 2 - image


Google NewsGoogle News