પાલિકાના બે એન્જિનયર સહિત ત્રણની લાખોની લાંચમાં ધરપકડ

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
પાલિકાના બે એન્જિનયર સહિત ત્રણની લાખોની લાંચમાં ધરપકડ 1 - image


- સમાજસેવકે વચેટિયાની ભૂમિકા ભજવી

- ગેરકાયદે બાંધકામની જગ્યા ખાલી કરાવાતી રોકવા 20 લાખ રુપિયા માગ્યા હતા

મુંબઇ :  મરીન લાઇન્સ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના સી વોર્ડના બે એન્જિનિયર સહિત ત્રણ જણની રૂ. ૨૦ લાખની લાંચ માગવાના આરોપસર એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અનધિકૃત બાંધકામની જગ્યા ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આરોપીઓએ લાંચ માગી હતી.

બિલ્ડિંગ અને ફેક્ટરી વિભાગમાં ફરજ બજાવતા મંગેશ કાંબળી (ઉં. વ. ૩૭), સૂરજ પવાર તેમ જ   સમાજ સેવક હોવાનો દાવો કરનાર નિલેશ હોડાર (ઉં. વ. ૩૭)ને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

એક બિલ્ડિંગના પાર્ટનર ફરિયાદીને પાંચમા માળા પર આવેલ અનધિકૃત બાંધકામની જગ્યા ખાલી કરવા મોટિવ આપવામાં આવી હતી. 

આથી ફરિયાદી કાંબળી અને પવારને મળવા ગયો હતો ત્યારે તેમણે ફરિયાદી પાસે રૂ. ૨૦ લાખની લાંચ માગી હતી.

ટેરેસ પરના શેડ માટે રૂ. ૧૫ લાખ અને પાંચમા માળા પરના અનધિકૃત બાંધકામ સામે કાર્યવાહી ન કરવા માટે રૂ. પાંચ લાખની લાંચ માગી હતી.

બીજી તરફ ફરિયાદી લાંચ આપવા માગતો નહોતો. આથી તેણે એન્ટિ કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

એસીબીની ટીમે છટકું ગોઠવીને લાંચના પ્રથમ હપ્તા તરીકે રૂ. આઠ લાખ લેવા આવેલા હોડારને ઝડપી લીધો હતો. 

આરોપી ત્રિપુટી સામે કેસ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News