Get The App

26 કરોડની છેતરપિંડી કરવાના આરોપસર નવી મુંબઇથી ત્રણની ધરપકડ

Updated: Mar 16th, 2024


Google News
Google News
26 કરોડની છેતરપિંડી કરવાના આરોપસર નવી મુંબઇથી ત્રણની ધરપકડ 1 - image


રાજ્યના300થી વધુ રોકાણકારો સાથે ઠગાઇ

મસાલા અને સૂકામેવાના એકસપોર્ટ બિઝનેસમાં માસિક પાંચ ટકા વ્યાજની લાલચ આપી

મુંબઇ : નવી મુંબઇની એક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કંપનીના બે ડાયરેકટરો અને કંપનીના અન્ય એક વ્યક્તિની મહારાષ્ટ્રના વિવિધ ભાગના રોકાણકારો સાથે ૨૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે પોલીસે આઇપીસી અને પ્રાઇઝ ચિટ્સ અને મની સર્ક્યુલેશન રકીમ્સ (બેનિંગ) એક્ટ, ૧૯૭૮ અને અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ્સ એક્ટ ૨૦૧૯ અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ (નાણાકીય સંસ્થા)ની સંબંધિત જોગવાઇઓ હેઠળ કેસ નોંધ્યો છે. 

નવી મુંબઇની એપીએમસી પોલીસે આ પ્રકરણે શુક્રવારે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કંપનીના ડિરેકટર નીતિન પાર્ટે અને દિપક સુર્વે તેમજ મેનેજમેન્ટના એક સભ્ય સચિન ભીસેની ધરપક કરી હતી. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ફરાર હોઇ પોલીસ તેમને ઝડપી લેવા પ્રયત્નશીલ છે.

આ સંદર્ભે એપીએમસી પોલીસ સ્ટેશનના આસીસ્ટન ઇન્સ્પેકટર નિલેશકુમાર મહાડિકે જણાવ્યું હતું કે આ લોકો વર્ષ ૨૦૨૨થી કથિત રીતે લોકોને છેતરતા હતા. આરોપીઓએ મહારાષ્ટ્રના વિવિધ શહેરોના ૩૦૦ થી વધુ રોકાણકારોને મસાલા અને સૂકામેવા સીધા ખેડૂતો પાસેથી મેળવવા અને તેના એક્સપોર્ટ બિઝનેસમાં રોકાણ કરવા લલચાવ્યા હતા. આરોપીઓએ રોકાણકારોને કથિત રીતે પાંચ પટકાના માસિક વ્યાજની ખાતરી આપી હતી અને ૧૧ મહિના પછી રોકાણ કરેલી રકમ પાછી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ આ લોકો રોકાણકારોને કોઇપણ ચૂકવણી કરવામાં નિષ્ફળ નિવડયા હતા. આરોપીઓએ આપેલા ચેકો પણ બાઉન્સ થઇ ગયા હતા.


Tags :
Navi-MumbaiThree-arrestedharges-of-26-crore-fraud

Google News
Google News