3 સંતાન ધરાવનાર હાઉસિંગ સોસાયટીની ચૂંટણી લડી શકે નહીં
લોકપ્રતિનિધિને લાગુ પડતો કાયદો હાઉસિંગ સોસાયટીને પણ લાગુ
કાંદિવલીની એકતા નગર સોસાયટીના પ્રમુખને અપાત્ર ઠેરવતા સબરજિસ્ટ્રારના ચુકાદાને હાઈકોર્ટની બહાલી
મુંબઈ : જેમને ત્રણ સંતાન હોય તેમનાથી કોઈ પણ ચૂંટણી લડી શકાતી નથી. આ માહિતી છુપાવીને ચૂંટણી જીતી ગયોલા લોકપ્રતિનિધિ અપાત્ર ઠરે તેવો નિયમ છે. આ નિયમ ગૃહનિર્માણ સોસાયટીની ચૂંટણીને પણ લાગુ થાય છે, એવો મહત્ત્વનો ચુકાદો હાઈ કોર્ટે આપ્યો છે.
ન્યા. અવિનાશ ઘરોટેની બેન્ચે આ ચુકાદો આપ્ય છે. ત્રણ સંતાન ધરાવતા પશ્ચિમ ઉપનગરની એક ગૃહનિર્માણ સોસાટીના અધ્યક્ષને અપાત્ર ઠેરવતા સબ રજિસ્ટ્રારના આદેશ પર ન્યા. ઘરોટેએ બહાલી આપી હતી. કાંદિવલીના ચારકોપ વિસ્તારની એકતાનગર કોઓપરેટિવ સોસા.ટીના અધ્યક્ષ પવનકુમાર નંદકિશોર સિંહે અરજી કરી હતી. અધ્યક્ષ પદે તેમની વરણીને દીપક તેજલ અને રામચલ યાદવે પડકારી હતી. સિંગને ત્રણ સંતાન છે આથી તેમને અપાત્ર કરવાની માગણી મ્હાડા કોઓપરેટિવ હા. સોસા.ના સબ રજિસ્ટ્રાર પાસે કરી હતી. સબરજિસ્ટ્રારે સિંગને અપાત્ર ઠેરવ્યા હતા. તેની સામે સિંગે અરજી કરી હતી. આ અરજી કોર્ટે ફગાવી હતી.
ત્રીજુ સંતાન પોતાનું નથી તે શિક્ષણ લેવા ઘરે રહે છે એવી સિંગની દલીલ હતી. પુત્રનો જન્મદાખલો રજૂ કરવાનો કોર્ટે આદેશ આપતાં સિંગ રજૂ કરી શક્યા નહોતા. રેશનકાર્ડ પર પણ તેનું નામ હતું. આનો અર્થ તે સંતાન તેનું જ છે. આથી સબ રજિસ્ટ્રારના આદેશમાં કોઈ દોષ નથી, એવું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું.
મહારાષ્ટ્ર કોઓ.હા.સોસાયટી કાયદામાં બેથી વધુ સંતાન ધરાવનાર પદાધિકારીનું પદ રદ કરવાની કોઈ જોગવાઈ નથી, એવી દલીલ સિંગે કરી હતી. બેથી વધુ સંતાન હોય તો સોસાયટીના પાધિકારી અપાત્ર કરતો નિયમ છે. નિયામનુસાર સિંગ અપાત્ર ઠેરવવામાં આવે છે. સબરિજસ્ટ્રારનો આદેશ યોગ્ય હોવાની દલીલ અરજદારના વકિલે કરી હતી.