આ વર્ષે હજી ખાસ ફ્લેમિંગો દેખાયાં નથી છતાં માઈગ્રન્ટ વૉક શરુ
બીએનએચએસનો પ્રથમ ઉપક્રમ પૂર્ણ
બ્લ્યુ ટેલ્ડ બી ઈટર અને બ્લ્યુ ચીક્ડ બી ઈટરે પર્યાવરણ પ્રેમીઓમાં આકર્ષણ જમાવ્યું
મુંબઈ : નવી મુંબઈમાં હજી સુધી લેસર કે ગ્રેટર ફ્લેમિંગો મોટી દેખાયા નથી, તેમ છતાં લોકો એશિ પ્રિનિયા, પેઈન્ટેડ સ્ટોર્ક, ઈન્ડિયન અને લિટલ કોર્મોરેન્ટ્સ અને મેડિયન એગ્રેટ જેવા નિવાસી પક્ષીઓને નિહાળવાનો આનંદ માણી રહ્યાં છે.
જોકે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા આયોજિત સીઝનના પ્રથમ માઈગ્રન્ટ વૉકમાં બે પેસેજ માઈગ્રન્ટ્સ બ્લ્યુ-ટેલ્ડ બી ઈટર અને બ્લુ ચીક્ડ બી ઈટરે ઉત્સાહનો કાંટો ઉમેર્યો છે. માઈગ્રન્ટ વૉક નવી મુંબઈમાં ટીએસ ચાણક્ય મેરિટાઈમ ઈન્સ્ટિટયૂટ નજીક વેટલેન્ડ્સમાં યોજાયું હતું.
આ ઈવેન્ટ એ માત્ર બર્ડવોચિંગની એક તક નહોતી તો તેના સંરક્ષણ માટે આર્દ્રભૂમિનું કેટલું મહત્ત્વ છે, તે જાણવા પર પણ જોર અપાયું હતું. આ માઈગ્રન્ટ વૉક એ સ્થળાંતર કરનારા પક્ષીઓની અવિશ્વસનીય મુસાફરી વિશે સાક્ષી બનવા અને કંઈક નવું શીખવાની એક અનોખી તક પૂરી પાડે છે. બીએનએચએસ એ આપણા પર્યાવરણની સુરક્ષામાં સક્રિય ભૂમિકા ભજવવા લોકોને પ્રેરણા પૂરી પાડવા અને સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે, એવું બીએનએચએસના ડિરેક્ટર કિશોર રીથેએ જણાવ્યું હતું.