દહી-હાંડીમાં અશ્લીલ ગીતો ગાશે- વગાડશે એ દંડાશે

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
દહી-હાંડીમાં અશ્લીલ ગીતો ગાશે- વગાડશે એ દંડાશે 1 - image


25મીથી 27મીની મધરાત સુધી પ્રતિબંધક આદેશ

રાહદારીઓ પર રંગ અને પાણી ભરેલા ફુગ્ગા ફેંકવાની પણ મનાઇ

મુંબઇ : જન્માષ્ટમી પર્વમાં દહી-હાંડીની ઉજવણી વખતે ડી.જે.માં અશ્લીલ ગીતો વગાડવાની અને રાહદારીઓ પર રંગ અને પાણી ભરેલા ફુગ્ગા ફેંકવાની પોલીસે મનાઇ ફરમાવી છે.

શહેરનો કાયદો- વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની કોઇ કોશિશ કરશે અથવા કોઇની ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ કરશે તેની સામે તત્કાળ કાયદેસરના પગલાં લેવામાં આવશે એવી પોલીસે ચેતવણી આપી છે.

૨૫મી ઓગસ્ટે રાત્રે ૧૨ વાગ્યાથી ૨૭મી ઓગસ્ટે રાત્રે ૧૨ વાગ્યા સુધી પ્રતિબંધક આદેશ અમલમાં રહેશે. આ દરમિયાન સાર્વજનિક સ્થળે અશ્લીલ ટીકા- ટિપ્પણ કે ઘોષણાબાજી અથવા અશ્લીલ ગીતો ગાવા- વગાડવામાં ન આવે, ધાર્મિક મામલે ઉશ્કેરણી ફેલાય નહીં અને ખાસ તો મહિલાને નિશાન બનાવી કોઇ હરકત થાય નહીં તેનું ધ્યાન રાખવાની તાકીદ કરવામાં આવી છે.



Google NewsGoogle News