Get The App

પાલઘર જિલ્લામાં દર 18 હજાર નાગરિકોએ એક જ ડોક્ટર

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
પાલઘર જિલ્લામાં દર 18 હજાર નાગરિકોએ એક જ ડોક્ટર 1 - image


40 લાખની વસતી છતાં આરોગ્ય સુવિધાઓના અભાવ મુ્દ્દે કેગના અહેવાલમાં ભારે ઝાટકણીઃ મંજૂર જગ્યાઓ ભરાતી નથી

મુંબઈ - પાલઘર જિલ્લામાં ૧૮ હજારની લોકવસ્તી પાછળ માત્ર એક ડાક્ટર હોવાનું 'કેગ'ના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં પાલઘર જિલ્લાના આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યાઓ, સુવિધાઓનો અભાવ અને દર્દીઓ પાછળ રહી જવા પર ગંભીર ધ્યાન દોરવામાં આવ્યું છે.

        દર વર્ષે, સરકારના કામ અને ખર્ચની ચકાસણી કરવાનું કામ ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ આફ ઇન્ડિયા (કેગ) દ્વારા કરવામાં આવે છે. કેગે તાજેતરમાં ૨૦૧૬ થી ૨૦૨૨ ના સમયગાળા માટે દર્દી સંભાળ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો.

 આ અહેવાલે પાલઘર જિલ્લાના આરોગ્ય તંત્રની બેદરકારીઓ સામે આવી છે. આ અહેવાલમાં પાલઘર જિલ્લાની આરોગ્ય વ્યવસ્થાને લગતી ગંભીર સમસ્યાઓ સામે આવી છે. પાલઘર જિલ્લાની વસ્તી ૪૦ લાખથી વધુ હોવા છતાં દર ૧૮ હજાર લોકો પર એક જ ડાક્ટર છે, તે કેગના ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું છે. 

ઓડિટમાં અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે જાહેર આરોગ્ય વિભાગ અને મેડિકલ, શિક્ષણ ઔષધ વિભાગમાં માનવબળની મોટી અછત છે. રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે મેનપાવરના અભાવે મેડિકલ સિસ્ટમ પર ભારે ભારણ  છે. આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓના કારણે ઉપલબ્ધ ડોકટરો દબાણ હેઠળ છે.

જિલ્લાનું આરોગ્ય તંત્ર કફોડી હાલતમાં..

પાલઘર જિલ્લામાં ઘણા આદિવાસી પાડા છે. જ્યાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી ઘણી વખત સગર્ભા મહિલાઓને લાકડાના પાટિયા પર હોસ્પિટલમાં લાવવામાં આવતી હતી. આવા કિસ્સાઓમાં, ઘણી ીઓ રસ્તા પર મૃત્યુ પામે છે. તે સિવાય આદિવાસી વિસ્તારના લોકોને એમઆરઆઈ, સિટીસ્કેન જેવી બાબતો માટે જિલ્લાના સ્થળે આવવું પડે છે. શહેરી વિસ્તારમાં હોસ્પિટલ હોવા છતાં ત્યાં દર્દીની સારવાર કરવામાં આનાકાની જોવા મળે છે. અને દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવે છે. ડોકટરોની સંખ્યા ઓછી હોવાથી સામાન્ય દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

વસ્તીની દ્રષ્ટિએ ડોકટરોની સંખ્યા ઓછી હોવા છતાં આયુષ્માન ભારત યોજના દ્વારા ડોકટરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમ જ સામુદાયિક આરોગ્ય અધિકારીઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. જિલ્લા સર્જન સંતોષ ચૌધરીએ માહિતી આપી હતી કે, પાલઘરમાં દર ૩ હજારની વસ્તીએ એક સબ-સેન્ટર છે અને દરેક પેટા-કેન્દ્રને એક ડાક્ટર પૂરા પાડવામાં આવ્યા છે.



Google NewsGoogle News