મોટાભાગનાં બોલીવૂડ કપલ વચ્ચે સાચો પ્રેમ નથી, બધા ઢોંગ કરે છે
નોરા ફતેહીએ યુગલોના દંભનો પર્દાફાશ કર્યો
ફિલ્મો અને એન્ડોર્સમેન્ટ મેળવવા, ચોક્કસ સર્કિટમાં રહેવા અને પબ્લિસિટી માટે પ્રેમનો દેખાડો
મુંબઇ : બોલીવૂડનાં મોટાભાગનાં કપલ વચ્ચે ખરેખર પ્રેમ છે જ નહીં પરંતુ તેઓ એક ચોક્કસ સર્કિટમાં રહેવા, ફિલ્મો અને એન્ડોર્સમેન્ટ મેળવવા તથા પબ્લિસિટી ખાતર પ્રેમનો ઢોંગ કરે છે અને સાથે હરવાફરવાનાં તથા ડેટિંગના નાટકો કરે છે એમ નોરા ફતેહીએ જણાવ્યું છે.
નોરા ફતેહીઅ એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે આ યુગલો જાહેરમાં જે પ્રેમ દર્શાવે છે તે વાસ્તવમાં બનાવટ છે. તેઓ બહુ ગણતરીબાજ છે. લોકો દેખાડા માટે પ્રેમ સંબંધ બાંધે છે અને દેખાડા માટે જ કે પછી પાવર કપલ તરીકે નેટવર્કિંગ અને એન્ડોર્સમેન્ટ માટે લગ્ન પણ કરી લે છે.
નોરાએ કહ્યું હતું કે આ બધુ પૈસા અને લોકપ્રિયતા મેળવવા માટે થતું હોય છે. અહીં યુવક અને યુવતીઓ પૈસા, લોકપ્રિયતા અને પાવર માટે પોતાનું જીવન બરબાદ કરી નાખતી હોય છે. તેઓ એવા પુરુષ સાથે લગ્ન કરતા હોય છે લગ્ન પછી પણ પ્રેમ નથી કરતા હોતા પરંતુ વરસો સુધી સાથે રહેતા હોય છે. આ ઈન્ડસ્ટ્રીમાં આ બધું બહુ સહજ છે.
નોરાએ કોઈ ચોક્કસ યુગલનાં નામ આપ્યાં નથી પરંતુ બોલીવૂડમાં જે રીતે મુક્ત ડેટિંગ તથા પાર્ટનર્સમાં પરિવર્તનો થયા કરતાં હોય છે તે વાસ્તવમાં પબ્લિસિટી ખાતર હોવાનું અગાઉ પણ ચર્ચાયું છે.
રણબીર કપૂર માટે અગાઉ એમ કહેવાતું હતું કે તે તેની દરેક ફિલ્મની હિરોઈન સાથે પ્રેમનું નાટક કરતો હતો. સોનમ કપૂર, નરગિસ ફખ્રી, કેટરિના કૈફ ,દીપિકા પાદુકોણ એમ બધી જ હિરોઈન સાથે તેના અફેરની અફવા ક્યારેક ને ક્યારેક ચગી હતી.