પુણેના શારદા ગણેશ મંદિરમાં ચોરી લાખો રૂપિયાના દાગીના, રોકડ રકમની ચોરી
પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે
મુંબઈ તા. 8 જાન્યુઆરી, 2021, શુક્રવાર
પુણેના પ્રસિધ્ધ શારદા ગણેશ મંદિરમાં ચોરી કરાતા ચકચાર જાગી છે. આરોપીએ અંદાજે ૨૫ તોલા સોનાના દાગીની અને દાન પેટીમાંથી રોકડ રકમ ચોરી હતી.
પુણેમાં મહાત્મા ફૂલે માર્કેટ ખાતે શારદા ગજાનન મંદિરની અંદર ગઇકાલે રાતે ચોર ઘૂસ્યા હતો તેણે ગણપતિના બે હાર અને અન્ય દાગીનાની ચોરી કર ીહતી. આ ઉપરાંત રોકડ રકમ પણ ચોરી હતી.
આરોપી માસ્ક પહેરીને આવ્યો હતો. પણ તેણે ચહેરા પરથછી માસ્ક નીચે કર્યું ત્યારે સીસીટીવીમાં ઝડપાય ગયો હતો. પોલીસે ચોરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.