Get The App

વરલી સી લિન્કથી ગેટવે સુધીનું 36 કિમીનું અંતર મહિલાએ તરીને પાર કર્યું

Updated: Aug 7th, 2023


Google NewsGoogle News
વરલી સી લિન્કથી ગેટવે સુધીનું 36 કિમીનું અંતર મહિલાએ તરીને પાર કર્યું 1 - image


સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

મહિલાની દરિયાઇ ખેડાણની હિંમતને નેટીઝન્સે વખાણી

મુંબઇ :  હાલ સોશિયલ મિડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા વરલી સી લિન્કથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધીનું દરિયાઇ અંતર તરીને પાર કર્યું છે. મહિલાની આ હિંમતને સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ વખાણી છે.

સોશિયલ મીડિયા પર સુચેતા નામક મહિલાએ પોતાના સ્વિમિંગનો વિડીયો શેર કર્યો  છે. જેમાં તે ૩૬ કિમીનું અંતર તરણક્રિયા દ્વારા પાર પાડતી દેખાય છે. ચોથી ઓગસ્ટે શેર થયેલ આ વિડીયો અત્યાર સુધીમાં છ લાખથી વધુ વખત જોવાયો છે અને આશરે ૬૫ હડારથી વધુ લોકોએ વિડીયોને લાઇક કરેલ છે.

ચારસોથી વધુ સોશિયલ મીડિયા યુઝર્સે મહિલાની આ પ્રેરણાદાયી હિંમતને બિરજાવી છે. આ વીડિયો એ વાતની સાક્ષી પૂરે છે કે મહિલાઓ પણ હવે કરતબ દેખાડવામાં કોઇની પાછળ રહે તેમ નથી.



Google NewsGoogle News