ઘાટકોપર-કુર્લાના પહાડી વિસ્તારના લોકોની પાણીની સમસ્યા ઉકેલાશે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ઘાટકોપર-કુર્લાના પહાડી વિસ્તારના લોકોની પાણીની સમસ્યા ઉકેલાશે 1 - image


- નવી પાઇપલાઇનો બીછાવાશે અને પાણીની ટાંકીઓની ક્ષમતા વધારવામાં આવશે.

મુંબઈ : ઘાટકોપર અને કુર્લાના પહાડી વિસ્તારમાં રહેતા લોકોની પાણીની મોટી સમસ્યા ઉકેલાય એવી શક્યતા છે. પહાડો અને ટેકરીઓ પર વધુ પ્રેશરથી પાણી પહોંચાડી શકાય માટે સપ્લાય નેટવર્કને મજબૂત બનાવવાનો મુંબઈ મહાપાલિકાએ નિર્ણય કર્યો છે.

ઘાટકોપરમાં અસલ્ફા, ભટવાડી અને રાઇફલ રેન્જ એરિયા તેમ જ ઘાટકોપર અને કુર્લાની વચ્ચેના પહાડી વિસ્તારમાં લાખો લોકો વસવાટ કરે છે. છેલ્લાં કેટલાય દાયકાઓથી આ પહાડી વિસ્તારમાં પાણીની સમસ્યા છે. કારણ કે ઉંચાઈ પર પૂરતા દબાણ સાથે પાણી પહોંચી નથી શકતું. આ સમસ્યા ઉકેલવા માટે ૫૮ જગ્યાએ વિવિધ ઇંચની એંકદર ૧૬,૮૫૩ પાઇપ લાઇન બીછાવવામાં આવશે. ઉપરાંત પાણીની ટાંકીઓની ક્ષમતા પણ વધારવામાં આવશે.

પાલિકાની યોજનાને લીધે આ વિસ્તારોમાં રહેતા લાખો લોકોને રાહત થશે. ઘાટકોપર આઝાદનગર, પારસીવાડી, ભટવાડી, ચિરાનગર, સીજીએસ કોલોની, રાજાવાડી, કામરાજ નગર, કાજુપાડા, કિસ્મતનગર, પૈરાણી રોડ, વિક્રોલી પાર્કૃસાઇટ સહિત અનેક વિસ્તારોનો પાણીની સમસ્યા હળવી થશે.



Google NewsGoogle News