ઈલોરાનું ટૂરિસ્ટ વિઝીટર સેન્ટર 5 વર્ષે ખૂલ્લું મૂકાશે
વિજળી અને પાણીનું બિલ ચૂકવાયું
125 કરોડના ખર્ચે બંધાવાયેલ સેન્ટરો 5 વર્ષથી બંધ પડયા હતાં
મુંબઈ : મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાણીતી એલોરા ગુફામાં ૨૦૧૩માં બંધાયેલ વિઝીટર સેન્ટર ફરી પાંચ વર્ષ બાદ પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકાશે. આવીજ સુવિધા અજંતામાં પણ કરાઈ છે, જે પણ ૨૦૧૮થી બંધ હતી. આ બંને સેન્ટરનું સમારકામ કરવામાં આવ્યા બાદ તેને ખૂલ્લાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ સેન્ટરો મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશને (એમટીડીસી) જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી સાથે મળી બનાવ્યા હતાં.
આ વિઝીટર્સ સેન્ટર્સ ૨૦૧૩માં ૧૨૫ કરોડના ખર્ચે બનાવાયા હતાં. પરંતુ પાણી અને વીજળીનું આશરે ૫ાંચ કરોડ રુપિયાનું બિલ ન ભરાયું હોવાને કારણે તે ૨૦૧૮-૧૯થી બંધ હતાં. આ સેન્ટર્સમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝેન્ટેશન્સ અને લાઈબ્રેરી જેવી સુવિધા છે. જેમાં પર્યટકો એ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લેવાનું શરુ કરે તે પહેલાં તેનો ઈતિહાસ અને અન્ય માહિતી જાણી શકે છે.
પાણી અને વીજળીના બિલ ચૂકાવાયા બાદ ઈલોરા વિઝીટર સેન્ટર પર્યટકો માટે શરુ કરાયું છે. તેમાં પર્ટકોને ઈલોરા કેવ્સ સંબંધિત માહિતી આપવામાં આવે છે.એમટીડીસીના અધિકારીના જણાવ્યાનુસાર, વિઝીટર સેન્ટર બંધ હોવા વિશે રાજ્ય પર્યટન મંત્રી મંગલ પ્રભાત લોઢા સાથે ચર્ચા થઈ હતી. ત્
યારબાદ તેમણે તુરંત પૈસાંની વ્યવસ્થા કરી તમામ બિલ ક્લિયર કરાવ્યા હતાં. જ્યારબાદ હવે આ વિઝીટર સેન્ટર્સ શરુ કરાઈ રહ્યાં છે.