ગોધરા કાંડ આધારિત સાબરમતી રિપોર્ટ આગામી નવે.માં રીલિઝ થશે
મૂળ લોકસભા ચૂંટણી પહેલાં રીલિઝ થવાની હતી
વિક્રાંત મેસી અને રાશિ ખન્નાની ફિલ્મનું દિગ્દર્શન રંજન ચંદેલે કર્યું છે
મુંબઇ : સાબરમતી એક્સપ્રેસ ગોધરા કાંડ પર આધારિત ફિલ્મ 'ધી સાબરમતી રિપોર્ટ'ની નવી રીલિઝ ડેટ જાહેર થઈ છે. આ ફિલ્મ આગામી ૧૫મી નવેમ્બરના રોજ રીલિઝ કરાશે.
આ ફિલ્મ આશરે એક વર્ષથી તૈયાર છે. અગાઉ તે લોકસભા ચૂંટણી પહેલાં ગયા માર્ચમાં રીલિઝ થવાની હતી. જોકે, તે વખતે તે મુલત્વી રહી હતી. ત્યારે ફિલ્મનું ટીઝર પણ રીલિઝ કરવામાં આવ્યું હતું.
ફિલ્મમાં વિક્રાંત મેસીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેની સાથે રાશિ ખન્ના છે. ફિલ્મનું દિગ્દર્શન રંજન ચંદેલે કર્યું છે.