મુંબઈમાં 27-28 જુલાઈએ યોજાશે પ્રિમીયર પ્રો-ગોવિંદા લીગ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં 27-28 જુલાઈએ યોજાશે પ્રિમીયર પ્રો-ગોવિંદા લીગ 1 - image


આઈપીએલની ઢબે દહી હાંડી ઉત્સવ

ફાઈનલ સ્પર્ધા 18મીએ વરલીમાં યોજાશે; દરેક ટીમને લાખોના ઈનામો મળશે

મુંબઇ :  હવેઆઈપીએલ પ્રમાણે મહારાષ્ટ્રના જાણીતા ઉત્સવ દહી-હાંડીની પણ પ્રિમીયર લીગ થશે. જેમ આઈપીએલમાં પ્રત્યેક ખેલાડીની બોલી થાય છે તેમ આ વર્ષે શ્રીમંત ફ્રેન્ચાઈઝીઓ ગોવિંદા ટીમો હસ્તગત કરી રહી છે. જોકે તેમાં ફરક એટલો હશે કે સમગ્ર ટીમ જે સારો સ્કોર ધરાવતી હશે, તેની પસંદગી કરાશે, વ્યક્તિગત મેમ્બર્સની નહીં.

સોમવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રો ગોવિંદા લીગ ૨૦૨૪ની જાહેરાત કરી છે. ૨૭-૨૮ જુલાઈએ થાણેમાં ૩૨ ગોવિંદા ટીમ રાજ્યભરમાંથી આ સ્પર્ધામાં ઊતરશે. તેમાંથી ૧૬ ટીમ ફાઈનલ કરવામાં આવશે, જે૧૮ ઑગસ્ટે વરલીના ડોમ એસવીપી સ્ટેડિયમમાં થનારી સ્પર્ધામાં સહભાગી થશે.

 પ્રો કબડ્ડી લીગની જેમ દહી-હાંડીને દેશભરમાં માન્યતાપ્રાપ્ત બ્રાન્ડમાં પરિવર્તિત કરવા માટે આ આયોજન થઈ રહ્યું છે. 

અત્યાર સુધીમાં  ૧૨ ફ્રેન્ચાઈઝીએ ટીમ હસ્તગત કરી લીધી છે. ગોવિંદા ગુ્રપ સંબંધિત ટીમની જર્સી પહેરશે અને તેના જ નવા નામે ઓળખાશે. જેમ કે, થાણે ટાઈગર્સ અથવા મુંબઈ યુનાઈટેડ વગેરે. દરેક ગોવિંદા ગુ્રપને લાખો રુપિયામાં ફી પણ મળશે. ઈનામની રકમ પણ પૂરતી છે. ગોવિંદા ટીમોએ ને ઈનામની રકમમાંથી આખું વર્ષ વિવિધ પ્રવૃત્તિઓ કરવાની તક મળી રહેશે.



Google NewsGoogle News