Get The App

શાહરુખને ધમકી આપનારાએ આર્યન વિશે પણ સર્ચ કરી હતી

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
શાહરુખને ધમકી આપનારાએ આર્યન વિશે પણ સર્ચ કરી હતી 1 - image


શાહરૃખ ખાનને ધમકી કેસમાં  ઘટસ્ફોટ

આરોપી વકીલે શાહરૃખ પાસે રૃ.પાંચ કરોડની ખંડણી માગી હતી, આર્યનની સુરક્ષા વ્યવસ્થા તપાસી હતી

મુંબઈ :  એકટર શાહરૃખ ખાનને રૃ.૫૦ લાખની ખંડણી માટે મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આરોપી ફૈઝાન ખાને અભિનેતા શાહરૃખ ખાન અને તેના પુત્ર આર્યન ખાનની સુરક્ષા વિશે માહિતી મેળવી હતી. આરોપીએ આ માટે ઓનલાઈન સર્ચ પણ કર્યું હતું. આમ આર્યનના જીવ સામે પણ જોખમ હતું એમ કહેવાય છે.

આરોપીના બીજા મોબાઈલ ફોનની તપાસમાં આ બાબતની માહિતી મળી હતી. ફૈઝાને તેના મોબાઈલ ફોનની આર્યન વિશે ઓનલાઈન માહિતી એકઠી કરી હતી. આરોપીએ આ માહિતી શા માટે એકઠી કરી એનો સંતોષકારક જવાબ આપ્યો નહતો.

આરોપીએ ઓનલાઈન જસ્ટ ડાયલ દ્વારા બાંદરા પોલીસ સ્ટેશનોમાં લેન્ડલાઈન નંબર મેળવ્યો હતો. પછી ધમકીભર્યો કોલ કર્યો હતો. આરોપીએ શાહરૃખને ધમકી આપવા માટે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. તે ગુનાના એક અઠવાડિયા પહેલાં ૩૦ ઓક્ટોબરે ખરીદ્યો હતો.

અભિનેતા સલમાન ખાન બાદ શાહરૃખને ધમકી મળતા બોલીવુડમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મુંબઈના બાંદરા પોલીસ સ્ટેશનમાં પાંચ નવેમ્બરે શાહરૃખ ખાનને મારી નાખવાની ધમકી અને રૃ.૫૦ લાખની ખંડણી માંગણી કરનાર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો.

બાંદરા પોલીસ દ્વારા કોલ કરનાર આરોપી વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮ (૪) અને ૩૫૧ (૩) (૪) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલામાં છત્તીસગઢની રાજધાની રાયપુરના વકીલ ફૈઝાન ખાનની ધરપકડ કરાઈ હતી. તેણે પોતાનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હોવાનો દાવો કર્યો હતો.

અગાઉ તેણે શાહરૃખ વિરુધ્ધ તેની ફિલ્મ અંજામમાં હરણના શિકારનાં ઉલ્લેખ કરતા ડાયલોગ બદલ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી.



Google NewsGoogle News