ધો.12ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ આવતીકાલથી ભરી શકાશે

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
ધો.12ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ આવતીકાલથી ભરી શકાશે 1 - image


મહારાષ્ટ્ર બોર્ડની કસોટીની પ્રક્રિયા શરુ

અરજી માટે 6ઠ્ઠી નવેમ્બર સુધીની મુદ્દત

મુંબઈ :  ફેબુ્રઆરી-માર્ચ ૨૦૨૪માં થનારી બારમાની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ સોમવાર ૦૯ ઑક્ટોબરથી ભરી શકાશે. રેગ્યુલર વિદ્યાર્થીઓ, તમામ શાખાના રીપીટર્સ તેમજ ખાનગી વિદ્યાર્થીઓ અને ઈમ્પ્રૂવમેન્ટ માટે પરીક્ષા આપવા ઈચ્છૂક વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે.

રાજ્યમાં ધો.૧૨ની પરીક્ષા ૨૧ ફેબુ્રઆરીથી ૨૩ માર્ચ, ૨૦૨૪ દરમ્યાન થશે. આ પરીક્ષા માટે નિયમિત ફી સાથે જ પરીક્ષા ફી ભરવાની મુદ્દત ૦૬ નવેમ્બર સુધીની છે. મહારાષ્ટ્ર ર્બોર્ડની વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે. પરીક્ષા ફી, ચલાન સહિત વિદ્યાર્થીઓની યાદી તેમજ પ્રિ-લિસ્ટ જમા કરવાની તારીખ પાછળથી જણાવાશે, એવું પણ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે.

મહારાષ્ટ્ર બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં દરવર્ષે લાખો વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવતાં હોય છે. તેમાંથી લાખો પાસ થાય છે તો હજારો વિદ્યાર્થીઓ નાપાસ પણ થતાં હોય છે. આથી રેગ્યુલર અને રીપીટર્સ બંને વિદ્યાર્થીઓ માટે આ તક મહત્ત્વની હોય છે. બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસ સુધી રજીસ્ટ્રેશન કરાવતાં હોવાના કિસ્સા છેલ્લાં કેટલાંક વર્ષમાં નોંધાયા છે. આથી બોર્ડે આગોતરી જ રજીસ્ટ્રેશનની તારીખ જાહેર કરી દીધી છે.



Google NewsGoogle News