જયા બચ્ચનની માતાના નિધનના સમાચાર ફેક ન્યૂઝ ફેલાયા
બચ્ચન પરિવારે સ્પષ્ટતા જારી કરવી પડી
94 વર્ષની ઈન્દિરા ભાદુડીની કરોડરજ્જૂમાં ફ્રેકચરની સારવાર ચાલી રહી છે
મુંબઇ : જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુડીનું ભોપાલમાં નિધન થયું હોવાના સમાચાર આજે ફેલાયા હતા. જોકે, બાદમાં બચ્ચન પરિવારે સ્પષ્ટતા કરી હતી કે આ ફેક ન્યૂઝ છે. ઈન્દિરા ભાદુડી હજુ પણ હયાત છે.
બપોરે એવા સમાચાર વહેતા થયા હતા કે ઈન્દિરા ભાદુડીનું ભોપાલમા ં ૯૪ વર્ષની વયે નિધન થયું છે. અભિષેક બચ્ચન તત્કાળ ભોપાલ જવા રવાના થયો છે. જયા સહિત પરિવારના અન્ય સભ્યો પણ ભોપાલ જઈ રહ્યા છે.
બાદમા ંબચ્ચન પરિવારે સ્પષ્ટતા કરી હતી કે ઈન્દિરા ભાદુડી હજુ હયાત છે અને સ્વસ્થ છે. પરિવારે તેમના વિશે ફેક ન્યૂઝ નહિ ફેલાવવા વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનના સાસુ ઈન્દિરા ભાદુડી ભોપાલમા એકલાં રહે છે. કેટલાક અહેવાલો અનુસાર તેમને કરોડરજ્જૂમાં ફ્રેકચર થયું હોવાથી સારવાર ચાલી રહી છે.
અભિષેક અને શ્વેતા બંને તેમના નાની માટે બહુ જ લાગણી ધરાવે છે.