Get The App

મહારાષ્ટ્રમાં કારનો 0001 નંબર મેળવવાનો નવો ભાવ રૃા. 5 લાખ

Updated: Sep 16th, 2022


Google News
Google News
મહારાષ્ટ્રમાં કારનો 0001 નંબર મેળવવાનો નવો ભાવ રૃા. 5 લાખ 1 - image


સિરીઝ સિવાય વીઆઇપી નંબરનો ભાવ 18 લાખ 

વીઆઇપી નંબરોની ફી વધારવા પ્રસ્તાવ : 09, 99, 9999 માટે ભાવ 1.5 લાખથી વધી અઢી લાંખ થશે

મુંબઇ :  મહારાષ્ટ્રમાં વાહનો માટે વીઆઇપી નંબર મેળવવા હવે વધુ ફી ચૂકવવી પડશે. મહારાષ્ટ્ર પરિવહન વિભાગે નવા વાહનોના ફેન્સી નંબર માટે શુલ્ક વધારવાનું ડ્રાફટ નોટિફિકેશન રજૂ કર્યું છે. નોટિફિકેશન મુજબ ફોર-વ્હિલર વાહનો માટે ૦૦૦૧ નંબર મેળવવા ત્રણ લાખ રૃપિયા ફી ભરવી પડે છે. જેમાં વધારો કરી પાંચ લાખ રૃપિયા પ્રસ્તાવિત શુલ્ક કરાયું છે. તેમજ ટુ-વ્હિલર અને થ્રી-વ્હિલર વાહનો માટે ૫૦ હજાર રૃપિયાને બદલે એક લાખ રૃપિયા ફીનો પ્રસ્તાવ છે. તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

ઉપરાંત ફોર-વ્હિલર કે તેથી વધુ વ્હિલર વાહનો માટે ટ્રિપલ બેઝિક ફી મુજબ ૧૫ લાખ ફી અને ટુ/થ્રી વ્હિલરો માટે ત્રણ લાખ રૃપિયા શુલ્ક ભરવું પડશે અગર તેમને ૦૦૦૧ રજીસ્ટ્રેશન નંબર ચોક્કસ વાહન માટે  ચાલુ રહેલી શ્રેણીમાં ઉપલબ્ધ ન હોય તો ફી ચૂકવવી પડશે. તેથી નિયમ મુજબ અન્ય શ્રેણીમાંથી ઉલ્લેખિત નંબર આપી શકાશે. ખાસ વાત એ છે કે ૦૦૦૧ નંબરની માગણી મુંબઇ, પરાં મુંબઇ, પુણે, થાણે, રાયગઢ, ઔરંગાબાદ, નાશિક, કોલ્હાપુર અને નાશિકમાં છે. આ બધી જગ્યાએ ફોર કે વધુ વ્હિલર વાહનો માટે પ્રસ્તાવિત શુલ્ક હાલના ચાર લાખને બદલે છ લાખ રૃપિયા કરાયો છે. તેતી વીઆઇપી શ્રેણી બહારના નંબરની કિંમત ૧૮ લાખ રૃપિયા રહેશે. આ વર્ષની શરૃઆતમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧૩.૧૪ કરોડની અલ્ટ્રા-લકઝરી રોલ્સ રૉયલ હૅચબૅક ખરીદી કરી હતી, જેની  વીઆઇપી નંબર પ્લેટ માટે શ્રેણી બહારનો નંબર પસંદ કરવાથી ૧૨ લાખ રૃપિયા ચૂકવવા પડયા હતા. મહારાષ્ટ્રમાં દરેક રજીસ્ટ્રેશન શ્રેણીમાં ૨૪૦ નંબરો વીઆઇપી નંબર તરીકે ઓળખાય છે.

તેજ સમયે ૦૦૦૧ નંબર સિવાય ૦૦૦૯, ૦૦૯૯, ૦૯૯૯, ૯૯૯૯ અને ૦૭૮૬ નંબરોની માગણી સહુથી વધુ છે. આ પાંચ નંબરો માટે નોટિફિકેશનમાં પ્રસ્તાવિત શુલ્ક અઢી લાખ છે. જે હાલમાં  દોઢ લાખ રૃપિયા છે. ટુ અને થ્રી વ્હિલરો માટે ૨૦ હજારથી વધારીને ૫૦હજાર શુલ્કનો પ્રસ્તાવ મૂક્યો છે. અન્ય ૧૬ ફેન્સી નંબરો માટે ચાર કે વધુ પૈડા વળા વાહનોની ફી ૫૦ હજારથી વધારી એક લાખ રૃપિયા અને બે-ત્રણ પૈડા વાળા વાહનો માટે ૧૫ હજારથી વધારી ૨૫ હજાર કરવાનો પ્રસ્તાવ કરાયો છે.

૪૯ નંબરના સેટ માટે ફોર-કે તેથી વધુ વિલરોની ફી ૫૦ હજારથી વધારીને ૭૦ હજાર, ટુ-થ્રી વ્હિલરો માટે ૧૦ હજારથી વધારી ૧૫ હજાર રૃપિયાનો પ્રસ્તાવ મૂકાયો છે. ૧૮૯ રજીસ્ટ્રેશન નંબરના સેટ જેવા કે ૦૦૧૧, ૦૦૨૨, ૦૦૩૩, ૦૨૦૦, ૦૨૦૨, ૪૨૪૨, ૫૬૫૬ અને ૭૩૭૪ નંબરો માટે ચાર અને તેથી વધુ પૈડાવાળા વાહનો માટે ૧૫ હજારથી ૨૫ હજાર અને ટુ-થ્રી વ્હિલરો માટે ચાર હજારથી છ હજાર શુલ્કનો પ્રસ્તાવ છે.

નાગરિકો ૧૪ ઓકટોબર સુધીમાં પ્રસ્તાવિત શુલ્કના દર અંગે ફરિયાદ અને સૂચનો મોકલાવી શકે છે. વીઆઇપી નંબર ફીમાં વધારો રાજ્યના પરિવહન વિભાગને વધુ કમાણી કરાવશે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં વિભાગને ૧૩૯.૨૦ કરોડ રૃપિયાની આવક ૧,૮૩,૭૯૪ રજીસ્ટ્રેશનમાંથી થઇ હતી.

Tags :