ફાઈલ પર જેટલું 'વજન' હોય તેટલી ઝડપથી આગળ વધે છે : નીતિન ગડકરી
- સરકારી તંત્રમાં કેટલાંક અધિકારી ન્યૂટનના પિતા માને છે : કેન્દ્રીય મંત્રી
- કેટલાંક અમલદારોને દરેક કાર્ય માટે ઓર્ડરની જરૂર પડે છે, તેના વીના રસ્તા પરનાં ખાડા પણ પૂરતા નથી
મુંબઈ: મારે આજે આમ કહેવું નહીં જોઈેએ પણ અન્ય કાર્યોમાં જ્યાં તમને (સરકારી અમલદારોને) પૈસા મળે છે તમે ઝડપી કામ કરો છો પણ નહીં મળે તો તમે તેવું કરતા નથી. આપણી સિસ્ટમમાં કેટલાક ન્યુટનના પિતા છે તેમની પાસેની ફાઈલ પર વધુ વજન (રૂપિયા) મૂકો તો ફાઈલો ઝડપભેર આગળ વધે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને સમયબદ્ધતા હોવી જોઈએ.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ આવા શબ્દોમાં સરકારી સિસ્ટમમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારની ટીકા કરી હતી. રવિવારે પુણેની એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયર્સ ડેના ઉપક્રમમાં યોજાયેલા સમારંભમાં ગડકરીએ સરકારી વિભાગના નિર્ણયો લેવામાં પારદર્શિતાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.
રોડ અકસ્માતો અંગે ગડકરીએ ક્ષતિયુક્ત ડિટેલ પ્રોજેકટ રિપોર્ટસને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે કેટલાંક સરકારી અમલદારોને દરેક કાર્ય માટે ઓર્ડરની જરૂર પડે છે. રસ્તા પરનાં ખાડાઓ પૂરવા પણ તેમને ઓર્ડરની જરૂર પડે છે. તેમણે કહ્યું કે લખેલા શબ્દો અને તેના પાછળની ભાવનામાં તફાવત હોય છે. જો કાયદા પાછળની ભાવનાને જ્ઞાાની વ્યક્તિ સમજશે નહીં તો શું ફાયદો છે તેવું તેમણે કહ્યું હતું.
હું છું કડક શબ્દો બોલું છું તેવું લોકો કદાચ કહેશે પણ યુવાનોએ આમાંથી બોધપાઠ લેવો જોઈએ. કોલેજ ઓફ એન્જિનિયરિંગ પપણે ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં ગડકરી સંબોધન કરી રહ્યા હતા કેન્દ્ર સરકારા વિવિધ વિભાગોમાં કાર્યરત અમલદારો અને જેપી મોર્ગન, ટેસ્લા સહિતની મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર હતા.