ગવર્નરની ખુરશી સાથે મોડલે ફોટો પડાવી વાઇરલ કર્યો
રાજ્યપાલ વધુ એક વિવાદમાં ઘેરાવાની શક્યતા
મુંબઇ : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની રાજભવનમાં ખુરશી છે તેની સાથે ફોટો પડાવી સોશ્યલ મિડિયામાં મોડેલ માયરા મિશ્રાએ વાઇરલ કરતા વિવાદ જાગ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વિરોધ કરતા કહ્યું હતું કે રાજ્યપાલના આસનનું માન જાળવવું જોઇએ. આમ વિવાદાસ્પદ વકતવ્ય કરતા ગવર્નર વધુ એક વિવાદમાં ફસાય એવી શક્યતા છે.
મોડેલ માયરા મિશ્રા રાજભવનની મુલાકાતે ગઇ ત્યારે તેણે રાજ્યપાલ સાથે ફોટા પડાવ્યા હતા એટલું જ નહીં રાજભવનમાં જુદી જુદી જગ્યાએ તેમ જ ખાલી ખુરશી સાથે પણ તસવીરો ખેંચાવી હતી. મનસેના નેતા મનોજ ચવ્હાણે ટ્વીટ કરીને આ મામલે વિરોધ દર્શાવ્યો હતો.