હોળીનું છેલ્લું પિક્ચર વાયરલ બન્યું
મુંબઈ ગુરુગ્રામ રવાના થવાના આગલા દિવસે સતીશ કૌશીકે મુંબઈના જુહુમાં જાનકી કુટિર ખાતે જાવેદ અખ્તરની હોલી પાર્ટીમાં હાજરી આપી હતી. તેમાં તેમની સાથે અલી ફૈઝલ, ઋચા ચઢ્ઢા સહિત અનેક કલાકારો, લેખકો પણ સામેલ થયા હતા. સતીશ કૌશિકે આ પાર્ટીનિાં પિક્ચર્સ સોશિયલ મીડિયા પર મૂક્યાં હતાં જે તેમની અંતિમ પોસ્ટ બની રહી હતી.તેમના મોત બાદ ગુરુગ્રામની પાર્ટીનો અંતિમ વીડિયો પણ વાયરલ થયો હતો.
કુંવારી સગર્ભા બનેલી નીનાને લગ્નની ઓફર કરી હતી
સતીશ કૌશિક અને નીના ગુપ્તા ખાસ મિત્રો હતા. એ દરમિયાન નીના ગુપ્તા ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથેની લવ અફેર પછી ગર્ભવતી થઇ હતી. વિવિયેને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારે નીનાના એ દુઃરખના દિવસોમાં સતીશે નીનાને લગ્ન કરવાની ઓફર સુદ્ધાં આપી હતી. તે નીનાને સમાજથી એકલી પડી જતી જોઇ શક્યા નહોતા. તેઓ એક સાચા મિત્ર બનીનેતેની સાથે ઊભા રહ્યા હતા. તેેમણે નીનાને કહ્યુ ંહતું કે, મૈં હૂંના તું ચિંતા ક્યો કરતી હૈ, અગર બચ્ચાડાર્ક સ્કિન કલર કા હુઆ તો હમ શાદી કર લેંગે ઔર કિસીકો શક નહીં હોગા. આ પછી સતીશે શશિ સાથે ૧૯૮૫માં લગ્ન કર્યા હતા. નવ વરસના લગ્નજીવન પછી તેમના ત્યાં એક પુત્રનો જન્મથયો હતો. જે બે વરસનો થયા પછી અવસાન પામ્યો હતો. ત્યારે સતીશ ભાંગી પડયા હતા. આ પછી ૫૬ વરસની વયે તેઓ સરોગસી દ્વારા ફરી પિતા બન્યા અને પુત્રી વંશિકાનો જન્મ થયા હતો.