આઈકોનિક તાજ હોટલ રસ્તે રઝળતાં કૂતરાનું કાયમી આશ્રયસ્થાન બની

Updated: May 30th, 2024


Google NewsGoogle News
આઈકોનિક તાજ હોટલ રસ્તે રઝળતાં કૂતરાનું કાયમી આશ્રયસ્થાન બની 1 - image


રતન ટાટા દ્વારા હોટલ સ્ટાફને સૂચના

તાજ હોટલના પ્રાંગણમાં આરામ ફરમાવતા કૂતરાનો મહિલાએ પોસ્ટ કરેલો વીડિયો વાયરલ

મુંબઇ :  મુંબઈની આઈકોનિક તાજમહલ હોટલમાં  ભારત સહિત દુનિયભારની સેલિબ્રિટીઓ મુલાકાત લઈ ચૂકી છે. આ હોટલ હાલ એક રસ્તે રઝળતા કૂતરા માટે કાયમી આશ્રયસ્થાન બની છે. તાજેતરમાં એક મહિલા મુલાકાતીએ તાજના  પ્રાંગણમાં આરામ ફરમાવતા કૂતરાનો વીડિયો એક નેટવર્કિંગ સાઈટ  પર પોસ્ટ કરતાં તે ભારે વાયરલ થયો હતો. તાજમહલ હોટલના સંચાલક ટાટા ગૂ્રપના માલિક રતન ટાટા ખુદ શ્વાનપ્રેમી છે અને તેમણે હોટલ આસપાસના રસ્તે રઝળતા કૂતરાઓની કાયમી સંભાળ લેવા હોટલ સ્ટાફને ખાસ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.  

મુંબઇની ઐતિહાસિક તાજમહલ હોટેલમાં રોકાયેલી એક એચઆર પ્રોફેશનલ મહિલાને હોટેલના પ્રવેશદ્વાર પાસે એક રઝળતા કૂતરાને સૂચેલું જોઇ ભારે નવાઇ લાગી હતી.  આટલી વૈભવી હોટલના સંકુલમાં આ કૂતરું કેમ મોજથી ઉંઘે છે એમ રૃબીખાન નામની મહિલાએ હોટેલના સ્ટાફને પૂછ્યું  હોટેલના કર્મચારીએ જણાવ્યું કે આ કૂતરૃં જન્મથી જ અહીંં રહે  છે. ઉદ્યોગ જગતના માંધાતા રતન ટાટાની કડક સૂચના છે કે હોટેલમાં કોઇ પ્રાણી પ્રવેશ ેતેની યોગ્ય સંભાળ લેવી જોઇએ. બીજું આસપાસમાં ક્યાંય જખમી કે બીમાર કૂતરૃં જોવા મળે તો તેની યોગ્યા સારવાર કરવાની પણ સૂચના આપી છે.

હોટેલ સ્ટાફનો જવાબ સાંભળીને રૃબીખાન તાજ્જુ થઇ ગઇ રાજકીય નેતાઓ, ફિલ્મી હસ્તીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની મહેમાનગતી કરતી આ હોટેલની  જીવદયાની ઉંચી ભાવના તેને સ્પર્શી ગઇ હતી. એક  પ્રોફેશનલ નેટવર્કિંગ સાઈટ પર  પોતાનો અનુભવ વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે વ્યવસાયમાં કેવા ઉચ્ચ નીતિ-મૂલ્યો અપનાવાયા છે તે એક નાની ઘટના પરથી સમજાઇ જાય છે. તમે બીજાની સાથે કેવો વ્યવહાર કરો છો તેનું પ્રતિબિંબ આ શ્વાનને આશરો આપવાની ઘટના પરથી મળી રહ્યો છે.



Google NewsGoogle News