પંઢરપુર મંદિર મુદ્દે હાઈકોર્ટે સરકારનો જવાબ માગ્યો
સરકારી અંકુશ દુર કરાવવા માટે અરજી
માજી સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીની અરજી અંગે ૨૧મી ઓગસ્ટ સુધી જવાબની તાકીદ
મુંબઈ : પંઢરપુરના વિખ્યાત વિઠ્ઠલ- રૃક્મિણી મંદિરને સરકારના તાબામાંથી મુક્ત કરવાની માગણી સાથેની જનહિત યાચિકા (પીઆઈએલ)ની ગઈકાલે સુનાવણી વખતે હાઈકોર્ટે ૨૧મી ઓગસ્ટ સુધીમાં રાજ્ય સરકારનો જવાબ માગ્યો છે.
ભૂતપૂર્વ સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્યના મંદિરને સરકારમુક્ત કરવાની માગણી સાથે પીઆઈએલ કરી છે. ડો. સ્વામીએ પંઢરપુર મંદિરનો કારભાર કઈ રીતે ચાલે છે. તેની વિગતો એકઠી કરી હતી અને ગઈ ૨૧મી એપ્રિલે યાચિકા દાખલ કરેલી, જેની સુનાવણી બુધવારે થઈ હતી.
અદાલતે મહારાષ્ટ્ર સરકારને ૨૧મી ઓગસ્ટ સુધીમાં તેમની બાજુ લેખીત રીતે માંડવાનો નિર્દેશ કર્યો હતો.