લંડન જતી ફ્લાઇટ ઉડ્યન પછી 3 કલાકે મુંબઈ પાછી વાળવી પડી

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
લંડન જતી ફ્લાઇટ ઉડ્યન પછી 3 કલાકે મુંબઈ પાછી વાળવી પડી 1 - image


કેબિનમાં  પ્રેશર નહિ જળવાતું હોવાથી પરત, પ્રવાસીઓ હેરાન

ગોવા મુંબઇ ફ્લાઇટને પણ દાબોલી એરપોટના રનવે પર બર્ડ હિટ થતા પ્રવાસીઓને બીજા વિમાનમાં મોકલાયા

મુંબઇ :  લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક્નિકલ મુશ્કેલીના કારણે મુંબઇ એરપોર્ટ પાછી લાવવી પડી હતી. બુધવારે સવારે એરઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ- ૧૨૯ સવારે ૮.૨૦ કલાકે ફ્લાઇટ રવાના થઇ હતી તે ટેક્નિકલ કારણસર પાછી વાળવી પડી હતી અને સવારના ૧૧.૩૦ કલાકે મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. કેબિનમાં યોગ્ય પ્રેશર નહિ જળવાતું હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. 

વિમાનનું સુરક્ષિત ઉતરાણ થયું હતું અને પછી વિમાનનું ટેક્નિકલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે  પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવા અને વૈકલ્પિક ટિકિટ રદ કરવા ઇચ્છતા પ્રવાસીઓને સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું છે અને જેમની ઇચ્છા હોય તેમને અન્ય તારીખે વધારાના ચાર્જ વગર ટિકિટ ગોઠવી આપી છે. આ ફલાઈટમાં ૩૫૪ પ્રવાસીઓ હતા. 

 રમિયાન ગોવાના  ાબોલી એરપોર્ટથી રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ ૧૬૮૪ને ટેકઓફ્ફ રન (રનવે પર  ોડતું વિમાન)  રમિયાન બર્ડહિટ થતા વિમાનનું ટેકઓફ્ફ ર  કરાયું હતું અને  પ્રવાસીઓને ઉતારી  ેવામાં આવ્યા હતા. વિમાનનું ઇન્સ્પેક્શન કરાયું હતું અને  પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઇટની ગોઠવણ કરી આપવામાં આવી હતી. આ ઘટના સવારે ૬.૪૫ કલાકે બની હતી. વિમાનમાં ૧૧૬ પ્રવાસીઓ હતા. 

 રમિયાન પૂણે- મુંબઇ ફ્લાઇટ સર્વિસ ર  કરવાનું એર ઇન્ડિયાએ જાહેર કર્યું છે. માર્ચ ૨૦૨૩માં પુણે- મુંબઇ ફ્લાઇટ લોન્ચ કરવામાં આવી હતી જે ફક્ત ૫૫ મિનિટમાં મુંબઇ એરપોર્ટ પહોંચાડતી હતી. આ બંને શહેર વચ્ચે ફ્લાઇટ સેવાની ડિમાન્ડ વધુ હોવા છતાં બપોરનો સમય હોવાથી પ્રવાસીઓ ઓછા મળતા હતા. સવારે ૧૧.૦૫ કલાકે મુંબઇથી ઉપડતી ફ્લાઇઠ પૂણે ૧૧.૫૫ કલાકે પહોંચતી હતી જ્યારે  રિટર્ન ફ્લાઇટ પુણેથી બપોરના ૧૨.૪૫ કલાકે રવાના થતી હતી જે ૧.૩૫ કલાકે મુંબઇ પહોંચતી હતી. મુંબઇથી ઉપડતી મોટા ભાગની ફ્લાઇટસનો સમય રાતનો હોય છે આથી પ્રવાસીઓનો મુંબઇ એરપોર્ટ પર ઘણો સમય વ્યર્થ જતો હતો. 

હવાઇ યાત્રાના એક નિષ્ણાતે કહ્યું કે રોજની બે ફ્લાઇટની તાત્કાલિક જરૃર છે જેમાંથી એક વહેલી સવારે અને બીજી મોડી સાંજે ઉપડવી જોઇએ બંને શહેર વચ્ચેની એકમાત્ર ફ્લાઇટ એરઇન્ડિયાની હતી જે રદ થવાથી શહેરીજનોને ફરજિયાત વાહનમાર્ગે મુંબઇ જવું પડે છે. 

પાયલોટે પ્રાયોરિટી લેન્ડિંગ માટે વિનંતી કરી

દિલ્હીથી આવતી ફલાઈટનું મુંબઈમાં ઈમરજન્સી  લેન્ડિંગ

બુધવારે દિલ્હીથી મુંબઇ  આવતી વિસ્તારાની ફ્લાટે મુંબઇ એરપોર્ટ પર ઇમર્જન્સી ઉતરાણ કરવું પડયું હતું. એક સ્ત્રોતે કહ્યું કે દિલ્હી મુંબઇ વિસ્તારા ફ્લાઇટ યુકે ૯૯૫માં હાઇડ્રોલિક ફેલ્યોર થતાં  મુંબઈ  એરપોર્ટ પર બપોરના ૧૨.૩૦ કલાકે ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડયું હતું. વિમાન સવારે ૧૦.૪૯ કલાકે દિલ્હી એરપોર્ટથી રવાના થયું હતું.

એરલાઇને એક નિવેદનમાં કહ્યું કે ઉતરાણ અગાઉ વિમાનમાં ટેક્નિકલ ક્ષતિની જાણ થતા એરટ્રાફિક કન્ટ્રોલરને તરત જ ઉતરાણ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી.  વિમાનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.



Google NewsGoogle News