શૂટર્સનો પરિવાર આઘાતમાં, તેઓ તો કમાવા પંજાબ ગયા હતા

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
શૂટર્સનો પરિવાર આઘાતમાં, તેઓ તો કમાવા પંજાબ ગયા હતા 1 - image


પોલીસે બિહારમાં શૂટર્સના પરિવારજનોની પણ પૂછપરછ કરી 

મુંબઇ :  સલમાન ખાનના ઘરે ગોળીબારમાં ઝડપાયેલા બંને શૂટર્સના બિહાર ખાતેના પરિવારજનો ભારે આઘાતમાં સરી પડયા છે. બિહારના  બૈતિયાના ગૌનાહા પોલીસ મથક હેઠળના  મહસી ગામમાં આ બંને શૂટર્સના પરિવારજનો તથા પડોશીઓ સમગ્ર ઘટનાથી હેબતાઈ ગયા છે. 

પોલીસે  વિક્કીના પિતા તથા સાગરના ભાઈ સહિત ત્રણ લોકોની પણ પૂછપરછ કરી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમને ભરોસો જ નથી આવતો કે વિક્કી તતા સાગર આવા ગુનામાં સંડોવાયેલા હોઈ શકે છે. તેઓ તો નોકરી ધંધા માટે પંજાબના જલંધર ગયા હતા. તેઓ મુંબઈ ક્યારે પહોંચ્યા અને આવી ગુનાખોરીમાં ક્યારે સંડોવાયા તે વિશે તેમને કોઈ જાણ નથી. 

સીએમ શિંદે સલમાન પરિવારને મળવા પહોંચ્યા

 આજે બંને શૂટર્સ ઝડપાઈ ગયા બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સલમાન ખાનના ઘરે પહોંચ્યા હતા. તેમણે સલમાન ખાન તથા સલીમ ખાનને મળીને આ ગોળીબાર કેસમાં લેવાઈ રહેલાં પગલાંની માહિતી આપી હતી તથા પોલીસ મૂળ સૂત્રધાર સુધી પહોંચશે તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ થયા બાદ તરત પણ સીએમ શિંદેએ સલમાનને ફોન કર્યો હતો. સલમાનના ભાઈ અરબાઝે અગાઉ જણાવ્યું હતું કે આ ઘટનાથી તેમનો પરિવાર ખરેખર ભયભીત થઈ ગયો છે.



Google NewsGoogle News