ઈડીને સૌરભ ચંદ્રાકર અને દાઉદના ભાઈ વચ્ચે સાંઠગાંઠની શંકા

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ઈડીને સૌરભ ચંદ્રાકર અને દાઉદના ભાઈ વચ્ચે સાંઠગાંઠની શંકા 1 - image


મહાદેવ ઓનલાઇન ગેમિંગ એપ

બોલીવૂડ કલાકારો બાદ હવે દાઉદ ગેંગ સુધી પણ રેલો પહોંચ્યો

મુંબઈ :  મહાદેવ બુક એપ કેસમાં નવો ઘટસ્ફોટ ે સામે આવ્યો હોવાનું કહેવાય છે. મહાદેવ ઓનલાઇન ગેમિંગ એપના સંસ્થાપક સૌરભ ચંદ્રાકર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ મુશ્તકીમ વચ્ચે  સાંઠગાંઠ હોવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને શંકા છે.

આ બન્નેએ મળીને પાકિસ્તાનમાં મહાદેવ ઓનલાઇન બુક એપ જેવી એપ લોન્ચ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલામાં બોલીવૂડના અનેક કલાકાર ઇડીના રડાર પર છે ત્યારે દાઉદના ભાઈની સંડોવણી સામે આવતા ચકચાર જાગી છે.

ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ 'આરોપીઓએ મહાદેવ બુક એપ અને અન્ય સંબંધિત એપ્લિકેશન દ્વારા કરાયેલા કરોડો રૃપિયાનો ઉપયોગ અમૂલ્ય સંપતિ ખરીદવા માટે કર્યો છે.

સૌરભે તેના મિત્ર રવિ ઉપ્પલ સાથે મળીને 'મહાદેવ ઓનલાઇન એપ' શરૃ કરી હતી. આ એપ દ્વારા ઓનલાઇન સટ્ટાબાજી કરવામાં આવી હતી.



Google NewsGoogle News