નાયગાંવ-ભાયંદર રેલવે પુલનું ઝડપથી તોડકામ શરૂ થયું
153 વર્ષ પહેલાં બ્રિટિશરોએ બાંધેલા
આ પુલ પરથી 1867માં વિરાર અને બેકબે વચ્ચે પહેલી ટ્રેન દોડવવામાં આવી હતી
મુંબઇ,તા.19 નવેમ્બર, 2020, ગુરુવાર
આઝાદી પહેલાં અંગ્રેજોએ બાંધેલા ૧૫૩ વર્ષ પુરાણા નાયગાંવ-ભાયંદર ખાડી પરના રેલવે પુલનું ઝડપથી તોડકામ શરૃ કરવામાં આવ્યું છે.
દોઢસો વર્ષ પહેલાં આ જેવી પરિવહનની સુવિધા નહોતી એ જમાનામાં બ્રિટિશરોએ નાયગાંવ-ભાયંદરને જોડતો આ રેલવે પુલ બાંધ્યો હતો. આ પુલ બંધાયા પછી ૧૮૬૭ વિરાર અને બોમ્બે બેકબે વચ્ચે પહેલી ટ્રેન દોડતી થઇ હતી. એ વખતે રેલવે સ્ટેશનોના નામ પણ મજેદાર હતા. બેસિન, પંજે, બોરવલા, પહાદી, અંડારૃ, સાંતાક્રુઝ, બંડોરા, માહિમ, દાદુર, ગ્રાન્ટ રોડ અને બોમ્બે બેકબે સ્ટેશનો બાધવામાં આવ્યા હતા. કાળક્રમે નવા સ્ટેશનો ઉમેરાયા અને જૂના નામો બદલવામાં આવ્યા હતા.
1989 માં જૂના રેલવે પુલની બાજુમાં નવો પુલ બાંધવામાં આવ્યો હતો. એટલે પચી આ જૂના પુલનું કામ મહત્ત્વ ઘટી ગયું હતું. ૧૯૯૦થી બિસ્માર હાલતમાં ઉભેલા આ પુલનું આખરે તોડકામ શરૃ થયું છે.
આ પુલનો ઉપયોગ પાણજુ ગામના લોકો પગપાળા અવરજવર કરતા હતા. જૂના પુલના ભંગારમાંથી કરોડોની આવક થશે એવો અંદાજ છે. કારણ તેમાં પાયામાં સીસુ અને તાંબુ નાખવામાં આવ્યું હતું.