ધો.10, 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત વધારાઈ
બોર્ડે પરિપત્રક બહાર પાડયું
ધો.10ના ફોર્મ 30મી સુધી તો ધો.12ના ફોર્મ 28મી નવેમ્બર સુધી લેટ ફી સાથે ભરી શકાશે
મુંબઈ : ધો.૧૦ની બોર્ડ પરીક્ષા પહેલી માર્ચથી તો ધો.૧૨ની પરીક્ષા ૨૧ ફેબુ્રઆરીથી શરુ થવાની છે. આ બોર્ડ પરીક્ષા માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. જેની મુદ્દત મંગળવારે પૂરી થઈ ગઈ હતી. પરંતુ ફોર્મ ભરવા માટે હવે ૩૦મી નવેમ્બર સુધીનો મુદ્દત વધારો અપાયો છે.
ધો.૧૦, ૧૨ની પરીક્ષા માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત સોમવારે પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર બોર્ડે પરિપત્રક બહાર પાડી ફોર્મ ભરવા માટે મુદ્દત વધારો આપ્યો છે. જેથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે અને કોઈ ઈચ્છુક વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત ન રહે. દસમા ધોરણના વિદ્યાર્થીઓ ૩૦મી નવેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે અને પહેલીથી આઠમી ડિસેમ્બર દરમ્યાન વિલંબિત ફી સાથે અરજી કરી શકશે. ત્યારે ધો.૧૨ના વિદ્યાર્થીઓ ૨૧થી ૨૮ નવેમ્બર દરમ્યાન વિલંબિત ફી સાથે બોર્ડનું પરીક્ષા ફોર્મ ભરી શકશે.
આથી જે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા હોય અને ફોર્મ ભર્યા ન હોય તેઓ પરીક્ષા ફોર્મ વહેલામાં વહેલી તકે ભરી પરીક્ષાની તૈયારી શરુ કરી શકે છે.