Get The App

રવિ કિશનને કોર્ટની રાહત, ડીએનએ ટેસ્ટ કરવાની અરજી કોર્ટે ફગાવી

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
રવિ કિશનને કોર્ટની રાહત, ડીએનએ ટેસ્ટ કરવાની અરજી કોર્ટે ફગાવી 1 - image


ભાજપના ઉત્તર પ્રદેશમાં ગોરખપુરના સાંસદ-અભિનેતાને રાહત

અભિનેતા પોતાના જન્મદાતા પિતા હોવાનો દાવો કરતી અરજી ફગાવી

મુંબઈ :  ભોજપુરી ફિલ્મોના અભિનેતા અને ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશન પોતાના જન્મદાતા પિતા હોવાનો દાવો કરીને  ૨૫ વર્ષિય મહિલાએ મુંબઈની કોર્ટમાં કરેલા સિવિલ કેસમાં અભિનેતાને રાહત મળી છે. કોર્ટે શુક્રવારે મહિલાની અરજી ફગાવી દીધી હતી. મહિલાએ અરજીમાં રવિ કિશનની ડીએનએ તપાસ કરાવવાની માગણી કરી હતી.

શિનોવાએ  કોર્ટને અપર્ણા સોની સાથેના પ્રેમસંબંધમાંથી જન્મેલી અભિનેતાની પુત્રી તરીકે પોતાને ઘોષિત કરવાની વિનંતી કરી હતી. સગી પુત્રી તરીકે સ્વીકારવાનો ઈનકાર કરવાથી કિશનને કોઈ પણ રીતે અટકાવતો કાયમી આદેશ આપવાની પણ દાદ મહિલાએ માગી હતી. કોર્ટે જોકે અરજી ફગાવતા આદેશમાં નોંધ કરી હતી કે અપર્ણા સોની અને રવિ કિશન વચ્ચે સંબંધ હોવાનો પુરાવો નથી.

રવિ કિશનના વકિલ અમિત મહેતાએ દલીલ કરી હતી કે રવિ કિશનના અપર્ણા સોની સાથે કોઈ સંબંધ નથી. મહેતાએ કબૂલ્યું હતું કે રવિ કિશન અને સોની સારા મિત્રો હતા, બંને ફિલ્મોમાં સાથે કામ કરતા હતા પણ બંને વચ્ચે ક્યરેય સંબધ નહોતા.

શિનોવાના વકિલ અશોક સરોગીએ દલીલ કરી હતી કે અપર્ણાએ ૧૯૯૧માં રાજેશ સોની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વિવાદ થતાં ૧૯૯૫માં ઘર છોડયું હતું, ત્યાર બાદ રવિ કિશનના પ્રેમમાં પડતાં તેના થકી શિનોવાનો જન્મ થયો હતો. 

 રમ્યાન સોની અને અન્યો સામે રવિ કિશનની પત્નીની ફરિયા  પર ઉધાર પ્ર ેશમાં નોંધાયેલી એફઆઈઆર ર  કરવાની રિટ અરજી પણ તેણે બોમ્બે હાઈ કોર્ટમાં  ાખલ કરી છે. કિશનને પોતાનો જન્મ ાતા પિતા જાહેર કર્યા બા  આ કેસ નોંધવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના લખનઉમાં કિશનની પત્ની પ્રીતિ શુક્લાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. શિનોવાએ રિટ અરજીમાં જણાવ્યું હતું કે શુક્લા અને કિશન મુંબઈના રહેવાસી હોવા છતાં અને લખનઉમાં કશું જ થયું નહોવા છતાં ત્યાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા અનુસાર સોની અને કિશન વચ્ચે સંબંધ બંધાયા હતા અને ૧૯૯૧માં લગ્ન કર્યા હતા તેઓ અંગત સમસ્યાને લીધે સાથે રહી શક્યા નહોતા. ૧૯ ઓક્ટોબર ૧૯૯૮માં પોતાનો જન્મ થયો હતો પણ ત્યાર સુધીમાં જાણ થઈ હતી કે કિશન પહેલેથી પરણેલો હતો. આ હકીકતને ધ્યાનમાં રાખતાં કિશન અને સોનીએ નક્કી કર્યું હતું કે તેમનું બાળક અભિનેતાને અંકલ કહીને બોલાવશે, એમ અરજીમાં જણાવ્યું હતું. બંને જણે સમયાંતરે પોતાની દેખભાળ રાખી હોવાનું મહિલાએ અરજીમાં જણાવ્યું હતું.

જોક તાજેતરમાં શિનોવા અને સોની ભાજપના નેતાને આગામી લોકસભા ચૂંટણી માટે શુભેચ્છા આપવા ગયા ત્યારે  કિશને તેમની સાથે ખરાબ વર્તાવ કરીને મળવાનો ઈનકાર કર્યો હતો, એમ અરજીમાં આરોપ કરાયો છે. આને પગલે તેમણે પત્રકાર પરિષદ બોલાવીને શિનોવાના કિશોનની પુત્રી તરીકેના અધિકાર વિશે જાહેર કર્યું હતું, એમ અરજીમાં જણાવાયું છે.



Google NewsGoogle News