દેશનું પહેલું ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ મુંબઈમાં તૈયાર
મુંબઈથી પણ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ શક્ય બનશે
માળનાં ટર્મિનલમાં કસ્ટમ કાઉન્ટર સહિતની વ્યવસ્થાઃ વર્ષે ૧૦ લાખ પ્રવાસીનો અંદાજ ૩
મુંબઇ - દેશ- વિદેશના સહેલાણીઓને આકર્ષવા માટે દક્ષિણ મુંબઇમાં દેશનું સર્વપ્રથમ ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલ બંધાઇને લગભગ તૈયાર થઇ ગયું છે. ટુંક સમયમાં આ ટર્મિનલ ખુલ્લું મૂક્યા પછી દેશ- પરદેશના ક્રુઝશિપ મુંબઇને કાંઠે લાંગરવા માંડશે.
મુંબઇ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ચાર લાખ ચોરસ ફૂટ એરિયામાં ૩૦૦ કરોડના ખર્ચે આ વિશાળ ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલ બાંધવામાં આવ્યું છે. ટર્મિનલનું વિધિવત ઉદ્ઘાટન થાય એ પહેલાં ટ્રાયલ શરૃ કરી દેવામાં આવી છે.
મુંબઇનું આ ટર્મિનલ દર વષ ર્ે ૫૦૦ ક્રુઝના ૧૦ લાખ પ્રવાસીઓને હેન્ચડલ કરવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લાં થોડા સમય દરમિયાન મુંબઇને કિનારે ક્રુઝશિપ વધુને વધુ સંખ્યામાં આવવાની શરૃઆત થયા પછી ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યારે દર વર્ષે વિદેશથી લગભગ ૫૦ ક્રુઝશિપ મુંબઇ આવે છે. ઉપરાંત ડોમેસ્ટિક ક્રુઝ-શિપની પણ અવરજવર રહે છે. એટલે જ ત્રણ માળનું આ ટર્મિનલ બાંધવામાં આવ્યું છે. ટર્મિનલની અંદર પેસેન્જર કાઉન્ટર, કસ્ટમ્સ- ઇમિગ્રેશન કાઉન્ટર અને અન્ય ઓફિસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુંબઇ પોર્ટ ટ્રસ્ટે આ ટર્મિનલનું સંચાલન કરનારા ઓપરેટર સાથે ૩૦ વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો છે. ઓપરેટરે મુંબઇ પોર્ટ ટ્રસ્ટને ડિપોઝીટ રૃપે ૩૦ કરોડ આપ્યા છે. કોન્ટ્રેક્ટર પાસેથી દર વર્ષે પાંચ કરોડનું ભાડું વસૂલ કરવામાં આવશે. ભાડામાં દર વર્ષે પાંચ ટકા વધારો થશે.
અત્યાર સુધી ભારતીય સહેલાણીઓએ ક્રુઝ યાત્રાની મજા લેવા માટે પરદેશ જવું પડતું હતું. જ્યારે હવે મુંબઇને કિનારેથી જ સહેલાણીઓ ક્રુઝ-શિપમાં બેસીને સાગરી પ્રવાસની મજા માણી શકશે.