Get The App

શુલ્ક વધ્યા બાદ વીઆઈપી નંબરો માટેનું આકર્ષણ ઘટયું

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
શુલ્ક વધ્યા બાદ વીઆઈપી નંબરો માટેનું આકર્ષણ ઘટયું 1 - image


કારને 0001 નંબર માટે 5થી 6 લાખનો ભાવ

મુંબઈના 4 આરટીઓમાં ગત વર્ષ કરતા ઓછા વીઆઇપી નંબરો વેંચાયા છતાં આવક વધી

મુંબઈ :  રાજ્ય સરકારે ૩૦ ઓગસ્ટથી વાહનોના વીઆઇપી નંબરોની કિંમતમાં વધારો કર્યા બાદ પસંદગીના નંબરો ખરીદનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે. બીજી બાજુ મુંબઈના ચાર આરટીઓમાં ઓગસ્ટ બાદ ૫૮૧૮ વીઆઇપી વાહન નંબરો વેંચાયા હતા. જેમાંથી ૧૦ કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

પોતાના નવા વાહનો માટે આકર્ષક નંબરો લેવાની દરેક વાહન ચાલકની ઇચ્છા હોય છે. તેથી વાહન નંબર શ્રેણી જાહેર થયા બાદ વીઆઇપી નંબરોની ખરીદી થાય છે. જોકે ૩૦મી ઓગસ્ટથી રાજ્ય સરકારે વીઆઇપી વાહન નંબરોની કિંમતમાં વધારો જાહેર કર્યો હતો. જે મુજબ ૦૦૦૧ નંબરની કિંમત ફોર વ્હિલરો માટે પાંચ લાખ રૃપિયા અને ટુવ્હિલરો માટે એક લાખ રૃપિયા કરવામાં આવી છે. તેથી ગત વર્ષની પહેલી સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબરની સરખામણીમાં સમાન સમયગાળામાં આ વર્ષે મનપસંદ નંબરોની ખરીદી ઘટી ગઈ છે. જોકે મુંબઈના ચાર આરટીઓનાં આવકમાં વધારો થયો છે.

એક સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ દરમિયાન મુંબઈના ચાર આરટીઓમાંથી ૬૨૮૫ વીઆઇપી નંબરો વેંચાયા હતા. આ વર્ષે સમાન સમયગાળામાં ૫૮૧૮ નંબરોની ખરીદી થઈ છે. જોકે ગત વર્ષે ૬.૭૧ કરોડની કમાણી થઈ હતી. જ્યારે આ વર્ષે ઓછા નંબરો વેંચાઈને પણ કિંમતમાં વધારો થયો હોવાથી આરટીઓને ૧૦ કરોડ રૃપિયાની આવક થઈ છે.

મુંબઈ, પુણે અને અન્ય મોટા શહેરોમા ંવધુ ડિમાન્ડ રહેલા વિસ્તારોમાં ૦૦૦૧ નંબરની કિંમત ફોર વ્હિલરો માટે ચાર લાખથી છ લાખ રૃપિયા જેટલી છે. જ્યારે ટુવ્હિલર, થ્રી વ્હિલર અને અન્ય શ્રેણીના વાહનો માટે જુદા જુદા દરો છે. ફોર વ્હિલરો માટે ૧૬ વીઆઇપી નંબરોની કિંમત એક લાખ જેટલી, ૪૯ નંબરો માટે ૫૦ હજારથી ૭૦ હજાર અને બાકીના ૧૮૯ વીઆઇપી નંબરો માટે પચ્ચીસ હજાર રૃપિયા જેટલું શુલ્ક છે.



Google NewsGoogle News