દત્તક લીધેલું બાળક કાબૂમાં રહે તેમ ન લાગતાં પાછું આપી દીધું

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
દત્તક લીધેલું બાળક કાબૂમાં રહે તેમ ન લાગતાં પાછું આપી દીધું 1 - image


5 જ મહિનામાં લાગ્યું કે બાળકની વર્તણૂક ખરાબ છે , સુધારી નહીં શકાય

4 વર્ષનાં બાળકને જોકે 7 વર્ષની ઓરમાન બહેન સાથે ફાવી ગયું હતું  પણ માતા-પિતાને લાગણીના સંબંધો ન બંધાયાઃ હાઈકોર્ટે દત્તક કરારને રદ કર્યો

મુંબઈ  : બાળક દત્તક લેનારા માં-બાપને માત્ર પાંચ જ મહિનામાં બાળકનું વર્તન અનિયંત્રીત રીતે ખરાબ છે અને પોતે કોઈ રીતે તેને કાબુમાં લઈ શકે કે સુધારી શકે તેમ નથી તેમ લાગતું તેમણે આ બાળકને પરત સોંપી દેવા માટે કરેલી અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે અને બાળકને દત્તક આપવાનો આદેશ રદ કર્યો છે. જોકે, ચાર માસના બાળકને તેનાં નવાં ઘરે આવ્યા બાદ સાત વર્ષની બહેન સાથે સારું ફાવી ગયું હતું. પરંતુ, દત્તક લેનારા માં-બાપને આ બાળક  સાથે લાગણીનો સંબંધ બંધાયો જ ન હતો. છેવટે માં-બાપની અરજી મંજૂર કરી ન્યાયમૂર્તિ રિયાઝ છાગલાએ બાળકને દત્તક કરારનેે રદ કર્યો હતો. 

આ બાળકનો જન્મ ૧૦ મે ૨૦૨૦ના રોજ થયો હતો. છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પોલીસે તેને ત્યજેલી અવસ્થામાં જોયો હતો અને તેની કસ્ટડી ચાઈલ્ડ વેલફેર કમિટીનએ ચિલ્ડ્રન્સ હોમમાં આપી હતી.  યુપીન ા ગાઝિયાબાદના દંપતીએ તેને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. એજન્સી અનં દંપતીએ કરેલી સંયુક્ત અરજીમાં હાઈ કોર્ટે તેમને બાળકના વાલી જાહેર કર્યા હતા અને બાળકનેે સાથે લઈ જવા દીધું હતું. 

જોકે પાંચેક  મહિનામાં જ દંપતીએ બાળકના ખરાબ વર્તાવની ફરિયાદ કરી હતી. બાળક વધુ પડતું ભોજ ન કરતો અને કચરામાંથી ખાવાનું લઈને ખાતો   હતો. અને તેના આરોગ્યને લઈને ચિંતા રહેતી હતી.  તબીબી તપાસમાં તેની મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય સંબંધી સમસ્યા હોવાની શક્યતા દર્શાવાઈ હતી.

ગત બીજી ડિસેમ્બર દંપતીએ સોગંદનામું નોંધાવીને જણાવ્યું હતું કે અમે બાળક સાથે મનમેળ કેળવી શક્યા નથી આથી અમે બાળક પાછું અપાવા માગીએ છીએ. ૧૮ ડિસેમ્બરે તેઓ બાળકન મુંબઈમાં  જે ચિલ્ડ્રન્સ હોમમાંથી દત્તક મેળવ્યું હતું ત્યાં જ પાછું લઈ આવ્યા હતા.

એડોપ્શન એજન્સીએ હાઈ કોર્ટમાં અરજી કરીને દત્તક કરાર રદ કરવાની અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીને પણ બાળક ફરી દત્તક માટે ઉપલબ્ધ હોવાનું નોંધવા નિર્દેશ આપવાની દાદ માગી હતી. કોર્ટના આદેશને પગલે બાળકના નામે તેના લાભ  ખાતર રોકેલી રૃ. બે લાખની રકમ પણ પાછી માગી હતી.  ન્યા. છાગલાએ જણાવ્યું હતું કે દત્તક આપતો આદેશ પાછો ખેંચવામાં આવે છે અને એ અનુસાર એડોપ્શન રદ થાય છે. કોર્ટના આદેશ  અનુસાર  ે બાળક ફરી દત્તક માટે ઉપલબ્ધ હોવાનું  નોંધવામાં આવશે. અને યોગ્ય પ્રસ્તાવિત પાલક માતાપિતા વહેલાંસર શોધવા નિર્દેશ આપ્યો છે.


Google NewsGoogle News