શિવાજીના સમયની 8 તોપોને ફરી ચળકાવાશે

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
શિવાજીના સમયની 8 તોપોને ફરી ચળકાવાશે 1 - image


ઈતિહાસકારો, ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવાઈ

મૂળ પનવેલ બંદરની તોપો મનપા કચેરીમાં બહાર મૂકી રખાતાં કાટ ખાઈ ગઈ હતી

મુંબઈ :  પનવેલ મહાનગરપાલિકાના મુખ્યાલયના પ્રવેશદ્વાર પાસે મૂકાયેલી ઐતિહાસિક તોપોને નવો ચળકાટ મળશે. આ આઠ તોપનું  ટેકનિકલ ેપદ્ધતિથી જતન અને સંવર્ધન કરવાની દૃષ્ટિએ આ કામ હાથ લેવામાં આવ્યું હોઈ અઠવાડિયામાં આ કામ પૂરું થવાનું છે.

પનવેલના ઐતિહાસિક બંદરે આ તોપ મૂકાઈ હતી.  ઈતિહાસ સંશોધકોએ આ તોપ વિશે સંશોધનો કર્યા બાદ  આ શિવાજીના સમયની તોપોને માનભેર સ્થાન આપવા માટે પનવેલ નગરપરિષદની મુખ્ય ઈમારતમાં રખાઈ હતી. સમયાંતરે પાલિકા સ્થાપિત થઈ છતાં તેનું સ્થાન ફેરવાયું નહોતું. પરંતુ સેંકડો વર્ષની આ તોપોને કાટ ચડી ગયો હોવાથી તેના સંવર્ધન માટે નિષ્ણાતોની સલાહ લઈ  મહાપાલિકાએ આ તોપોને નવો ચળકાટ આપવાનું કામ હાથ ધરાયું છે. આ પહેલાં બે વર્ષ પૂર્વે જ તોપની રાસાયણિક પ્રક્રિયા પૂરી કરાઈ હતી.

તોપને નવો ચળકાટ આપવા માટે વિવિધ ઈતિહાસ સંશોધકો તેમજ મુંબઈ યુનિવસટીના આકઓલોજી વિભાગના ઈન્ટર્નશિપના વિદ્યાર્થીઓની પણ સહાય લેવામાં આવી છે. આ કામ આગામી આઠથી દસ દિવસમાં પૂરું થઈ જશે. ત્યારબાદ નવા સ્વરૃપે વધુ ચળકાટ સાથે આ તોપનો બહેતર  દેખાવ માણી શકાશે.



Google NewsGoogle News